ETV Bharat / business

Vegetables Pulses Price : બદલાતી ઋતુમાં શાકભાજીના ભાવ આસમાને

author img

By

Published : Mar 24, 2023, 8:36 AM IST

Vegetables Pulses Price : બદલાતી ઋતુમાં શાકભાજીના ભાવ આસમાને
Vegetables Pulses Price : બદલાતી ઋતુમાં શાકભાજીના ભાવ આસમાને

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો (Vegetables Pulses Price in Gujarat) થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેના પર કરીએ એક નજર.(today vegetable price)

અમદાવાદ : રાજ્યમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દઝાડી રહ્યા છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ પર.

આજે શાકભાજીના ભાવ
આજે શાકભાજીના ભાવ

શાકભાજી સાથે કઠોળની સ્થિતિ : રાજ્યમાં શાકભાજી સાથે કઠોળના ભાવમાં ધીમે ધીમે વધારો જતો જોવા મળે છે. સ્વાભાવિક છે કે, શિયાળાની શરૂઆતમાં મેથી, કોથમરી, કોબીજ સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. બીજી તરફ ખેડૂતોમાં પણ શિયાળામાં કેટલાક વિસ્તારમાં કઠોળનું વાવેતર કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ વર્ષે મગફળીના ભાવ સારા મળતા ખેડૂત આલમમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આજે કઠોળના ભાવ
આજે કઠોળના ભાવ

આ પણ વાંચો : Daily Horoscope: આજે આ રાશિના લોકોને જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવાની ખાસ સલાહ છે

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું : વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે.

આ પણ વાંચો : Love Horoscope : આજે આ રાશિના લોકો મિત્રો અને લવ-પાર્ટનર સાથે બહાર જઈ શકો છો

મોંધવારીનો કાળો માર : ઉલ્લેખનીય છે કે, દેશ સહિત અનેક રાજ્યમાં દિવસેને દિવસે મોંધવારી વધી રહી છે. જેની સામાન્ય નાગરિક પર ભારે અસર પડી રહી છે. તો બીજી સામાજીક વસ્તના ભાવ પણ દરરોજ વધ ધટ થતાં જોવા મળે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શાકભાજી કઠોળના ભાવમાં કોઈ મોટી છલાંગ જોવા મળી નથી. ત્યારે આવનાર સમયમાં હજુ ભાવ કેટલો વધ છે કે ધટ છે તે જોવું રહ્યું. આ ઉપરાંત શાકભાજી કઠોળના ભાવ દૈનિક ધોરણે અહીં આપેલા બદલાતા રહે છે. આ ભાવ અન્ય પક્ષો દ્વારા લેવામાં આવે છે, તેથી તકનીકી ભૂલને આવરણીય છે. કોઈપણ વસ્તુની કિંમતોમાં તફાવત મેળવવા માટે ETV Bharat જવાબદાર નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.