ETV Bharat / business

Stock Market India : શેરબજારમાં તેજી, સેન્સેક્સ 63000ની નજીક પહોંચ્યો

author img

By

Published : Dec 14, 2022, 10:16 AM IST

Stock Market India શેરબજારમાં તેજી, સેન્સેક્સ 63000ની નજીક પહોંચ્યો
Stock Market India શેરબજારમાં તેજી, સેન્સેક્સ 63000ની નજીક પહોંચ્યો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 182.65 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 55.30 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો હતો.

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 182.65 પોઈન્ટ (0.29 ટકા)ના વધારા સાથે 62,715.95ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 55.30 પોઈન્ટ (0.30 ટકા)ના ઉછાળા સાથે 18,663.30ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં અપાર ઈન્ડસ્ટ્રીઝ (Apar Industries), કર્ણાટક બેન્ક (Karnataka Bank), રાઈટ્સ (RITES).

વૈશ્વિક બજારની સ્થિતિ એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 106.50 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ 0.67 ટકાના વધારા સાથે 28,141.41ની આસપાસ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.33 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તાઈવાનનું બજાર 1.03 ટકાના ઉછાળા સાથે 14,672.94ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.27 ટકાના વધારા સાથે 19,648.41ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.77 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.13 ટકાના ઉછાળા સાથે 3,180.51ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.