ETV Bharat / business

Share Market India: એક દિવસના બ્રેક પછી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 295 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Apr 28, 2022, 9:49 AM IST

Share Market India: એક દિવસના બ્રેક પછી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 295 પોઈન્ટ ઉછળ્યો
Share Market India: એક દિવસના બ્રેક પછી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 295 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 295.96 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 93.20 પોઈન્ટના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 295.96 પોઈન્ટ (0.52 ટકા)ના વધારા સાથે 57,115.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 93.20 પોઈન્ટ (0.55 ટકા)ની મજબૂતી સાથે 17,131.60ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે કેટલો આંશિક વધારો થયો...

વૈશ્વિક બજારની સ્થિતિ - આ તમામની વચ્ચે એશિયન બજારમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 26.50 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.61 ટકાના વધારા સાથે 26,548.82ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.17 ટકાના વધારા સાથે દેખાઈ રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.70 ટકાના ઉછાળા સાથે 16,416.98ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો હેંગસેંગ 1.24 ટકાના વધારા સાથે 20,192.78ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં 0.56 ટકાના વધારા સાથે 2,653.90ના સ્તર પર વેપાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.87 ટકાના ઉછાળા સાથે 2,983.96ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Gold Silver Price: સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર, જોઈ લો આજે શું ભાવ છે...

આજે આ શેર્સ રહેશે ચર્ચામાં - સુપ્રીમ પેટ્રોકેમ (Supreme Petrochem), પીટીસી ઈન્ડિયા ફાઈનાન્શિઅલ સર્વિસીઝ (PTC India Financial Services), ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ (Indian Energy Exchange), ઓએનજીસી (ONGC), તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ (Tata Consumer Products), નોવાર્ટિસ ઈન્ડિયા (Novartis India), બજાજ ઑટો (Bajaj Auto), ટ્રેન્ટ (Trent), હિન્દુસ્તાન યુનિલિવર (Hindustan Unilever).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.