ETV Bharat / business

Share Market India: શેરબજારનો આજનો દિવસ રહ્યો 'અમંગળ', સેન્સેક્સ 388 નિફ્ટી 144 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Apr 12, 2022, 3:40 PM IST

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ફરી એક વાર નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 388.20 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 144.65 પોઈન્ટ તૂટીને બંધ થયો છે.

Share Market India: શેરબજારનો આજનો દિવસ રહ્યો 'અમંગળ', સેન્સેક્સ 388 નિફ્ટી 144 પોઈન્ટ તૂટ્યો
Share Market India: શેરબજારનો આજનો દિવસ રહ્યો 'અમંગળ', સેન્સેક્સ 388 નિફ્ટી 144 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ફરી એક વાર નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 388.20 પોઈન્ટ (0.66 ટકા)ના ઘટાડા સાથે 58,576.37ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 144.65 પોઈન્ટ (0.82 ટકા) તૂટીને 17,530.30ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Ola and Uber Price hike: દિલ્હી-NCRમાં ઓલા-ઉબેરની યાત્રા થઈ મોંઘી, બંનેના ભાડામાં વધારો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર એક્સિસ બેન્ક (Axis Bank) 1.63 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 0.97 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 0.91 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 0.66 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurnance) 0.66 ટકા ઉંચકાયા છે. જ્યારે હિન્દલ્કો (Hindalco) -5.86 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) -5.45 ટકા, ગ્રેસિમ (Grasim) -3.55 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -3.09 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -2.64 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Cryptocurrency Price : ક્રિપ્ટોકરન્સીના ભાવ ઘટ્યા, રોકાણની સારી તક!

ડેલ્ટા ટેક કંપની લાવી શકે છે IPO - ડેલ્ટા ટેક કંપની સેબીમાં ટૂંક સમયમાં IPO (Delta Tech Company IPO) માટે અરજી દાખલ કરી શકે છે. વર્ષ 2022ના અંત સુધી આ કંપનીનું લિસ્ટિંગ થઈ શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, કંપની અત્યારે બેન્કર્સ સાથે મળીને કામ કરી રહી છે અને અમારા IPOની યોજના (Delta Tech Company IPO) ટ્રેક પર ચાલી રહી છે. આશા છે કે, આવતા મહિને IPO સંબંધિત ડ્રાફ્ટ પેપર સેબીમાં જમા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.