ETV Bharat / business

Share Market India: શેરબજારમાં સામાન્ય ઉછાળો

author img

By

Published : Jun 28, 2022, 3:56 PM IST

Share Market India: શેરબજારમાં સામાન્ય ઉછાળો
Share Market India: શેરબજારમાં સામાન્ય ઉછાળો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 16.17 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 26.15 પોઈન્ટ (0.17 ટકા)ના ઉછાળા સાથે 15,858.20ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 16.17 પોઈન્ટ (0.03 ટકા)ના સામાન્ય વધારા સાથે 53,177.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 26.15 પોઈન્ટ (0.17 ટકા)ના ઉછાળા સાથે 15,858.20ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- 7માં મહિનાના આ 7 મોટા ફેરફાર તમારા માટે જાણવા જરૂરી, નહીં તો...

RBIના ડેપ્યુટી ગવર્નરની સલાહ - ભારતીય રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ (Reserve Bank of India Deputy Governor Michael Patra) હાલમાં જ શેરબજારના રોકાણકારોના ભવિષ્ય અંગે કેટલીક ચેતવણી આપી છે. જેને બધાએ ગંભીરતાથી લેવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ઘરેલું અર્થતંત્રને મોંઘવારીના ઊંચા સ્તરના કારણે વ્યાજદરોમાં કેટલોક વધારાનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે, મોનટરી પૉલિસીની કાર્યવાહી પીડારહિત થવાની સંભાવના છે.

આ પણ વાંચો- બોન્ડ પર પૈસા લગાવતા પહેલા જાણો ખાસયિત, જાણો આ રીતે થશે રોકાણ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ- ઓએનજીસી (ONGC) 5.55 ટકા, હિન્દલ્કો (Hindalco) 4.12 ટકા, એમ એન્ડ એમ (M&M) 2.71 ટકા, કૉલ ઈન્ડિયા (Coal India) 2.39 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.42 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ - ટાઈટન કંપની (Titan Company) -3.54 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -3.35 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.99 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -1.63 ટકા, અદાણી પોર્ટસ (Adani Ports) -1.41 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.