ETV Bharat / business

Share Market India: પહેલા દિવસે શેરબજારમાં તેજીનો માહોલ, આ શેર્સે કરાવી સારી કમાણી

author img

By

Published : May 16, 2022, 3:51 PM IST

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 180.22 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 60.15 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Share Market India: પહેલા દિવસે શેરબજારમાં તેજીનો માહોલ, આ શેર્સે કરાવી સારી કમાણી
Share Market India: પહેલા દિવસે શેરબજારમાં તેજીનો માહોલ, આ શેર્સે કરાવી સારી કમાણી

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારમાં (Share Market India) તેજી યથાવત્ રહી હતી. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 180.22 પોઈન્ટ (0.34 ટકા)ના ઉછાળા સાથે 52,973.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 60.15 પોઈન્ટ (0.38 ટકા)ના વધારા સાથે 15,842.30ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

આ પણ વાંચો- Cement Shares Hike: સિમેન્ટ કંપનીના શેર્સ ખરીદ્યા હોય તો આજે થશે જોરદાર ફાયદો, જૂઓ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - આઈશર મોટર્સ (Eicher Motors) 7.74 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 4.04, એનટીપીસી (NTPC) 2.98 ટકા, યુપીએલ (UPL) 2.76 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.52 ટકા.

આ પણ વાંચો- આ વર્ષે વૈશ્વિક ડિજિટલ ખર્ચ યુએસ ડોલર 1.8 ટ્રિલિયનને વટાવી જવાની અપેક્ષા

સૌથી વધુ ગગડેલા શેર્સ - અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -2.89 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -2.48 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -1.99 ટકા, આઈટીસી (ITC) -1.57 ટકા, ગ્રેસિમ (Grasim) -1.51 ટકા.

LIC IPO લિસ્ટિંગ: ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સ્પષ્ટપણે સંકેત મળે છે કે, દેશની સૌથી મોટી વીમા કંપનીની 949 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝની સરખામણીએ ફ્લેટ કે નેગેટિવ લિસ્ટિંગ (LIC IPO Listing) થઈ શકે છે. જોકે, નિષ્ણાતોના મતે, છૂટક રોકાણકારો, કર્મચારી અને પૉલિસીહોલ્ડર્સને મોટું ડિસ્કાઉન્ટ મળે છે, જેનાથી આ તેના માટે પ્રીમિયમ લિસ્ટિંગ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.