ETV Bharat / business

Petrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઉતાર ચડાવ

author img

By

Published : Jul 24, 2023, 10:58 AM IST

Updated : Jul 24, 2023, 11:16 AM IST

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. અઠવાડિયાની શરુઆતમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ફેરફાર નોંધાયો હતો. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવમાં નજીવો વધારો અને સુરત અને વડોદરામાં ઘટાડો થયો છે. રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી. ત્યારે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો શું ભાવ છે, આવો જાણીએ...

Petrol Diesel Price
Petrol Diesel Price

ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રુડ માર્કેટમાં છેલ્લા અઠવાડિયામાં તેજી જોવા મળી હતી. ત્યારે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

અમદાવાદના ભાવ : તારીખ 24 જુલાઈ સોમવારના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.98 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.73 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.55 અને 0.56 પૈસાનો વધારો થયો છે.

ગાંધીનગરના ભાવ : તારીખ 24 જુલાઈ સોમવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.64 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.39 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.08 પૈસાનો વધારો થયો છે.

સુરતના ભાવ : તારીખ 24 જુલાઈ સોમવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.30 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.06 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.25 અને 0.26 પૈસાનો ઘટાડો થયો છે.

રાજકોટના ભાવ : તારીખ 24 જુલાઈ સોમવારના રોજ રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

મહાનગરના પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઉતાર ચડાવ
મહાનગરના પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઉતાર ચડાવ

વડોદરાના ભાવ : તારીખ 24 જુલાઈ સોમવારના રોજ વડોદરામાં પેટ્રોલની કિંમત 96.08 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.82 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.13 અને 0.14 પૈસાનો ઘટાડો થયો છે.

અસર : ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. જ્યારે સોના-ચાંદીની કિંમતમાં આજે ઘટાડો થયો છે. અન્ય વસ્તુઓની વધતી કિંમતને જોતા આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. Patrol Diesel Price: અનિશ્ચિત અઠવાડિયું, મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઉતાર ચડાવ
  2. UPI PAYMENT: UAE પછી હવે શ્રીલંકામાં ભારતીયો કરી શકશે UPIથી પેમેન્ટ
Last Updated :Jul 24, 2023, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.