ETV Bharat / business

Petrol Diesel Price: મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં સાવ નજીવું અંતર

author img

By

Published : Jul 19, 2023, 11:26 AM IST

Updated : Jul 19, 2023, 11:59 AM IST

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. ગત અઠવાડિયે પેટ્રોલ-ડીઝલની કિંમતના સરેરાશ વધારો નોંધાયો હતો. ત્યારે સુરત અને ગાંધીનગરમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવમાં નજીવો વધારો અને અમદાવાદ અને વડોદરામાં ઘટાડો થયો છે. રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી. ત્યારે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે, આવો જાણીએ...

Petrol Diesel Price
Petrol Diesel Price

ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રુડ માર્કેટમાં છેલ્લા અઠવાડિયામાં તેજી જોવા મળી હતી. ત્યારે રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

સુરતના ભાવ : તારીખ 19 જુલાઈ બુધવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.59 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.35 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.34 પૈસાનો વધારો થયો છે.

ગાંધીનગરના ભાવ : તારીખ 19 જુલાઈ બુધવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.64 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.39 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.09 પૈસાનો વધારો થયો છે.

અમદાવાદના ભાવ : તારીખ 19 જુલાઈ બુધવારના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.42 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.17 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.09 અને 0.08 પૈસાનો ઘટાડો થયો છે.

રાજકોટના ભાવ : તારીખ 19 જુલાઈ બુધવારના રોજ રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

વડોદરાના ભાવ : તારીખ 19 જુલાઈ બુધવારના રોજ વડોદરામાં પેટ્રોલની કિંમત 96.08 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.82 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.08 પૈસાનો ઘટાડો થયો છે.

અસર : ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર છે. આથી આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. પેટ્રોલ-ડીઝલની કિંમત પર ચોમાસાની કોઈ અસર વર્તાય છે કે કેમ તે જોવું રહ્યું. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. Ahmedabad News: નેપાળના નાણાંપ્રધાને ચેમ્બર ઓફ કોમર્સમાં યોજી મહત્વની બેઠક, ઉદ્યોગકારોને નેપાળમાં રોકાણ કરવા માટે આમંત્રણ
  2. Petrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા-ઘટાડાનું ચિત્ર
Last Updated :Jul 19, 2023, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.