ETV Bharat / business

Watch Mahindra OJA: ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવા મહિન્દ્રાએ લોન્ચ કર્યા નાના ટ્રેક્ટર

author img

By

Published : Aug 16, 2023, 10:40 AM IST

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિશ્વની સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક, ભારત, યુએસ અને આસિયાન ક્ષેત્રના નાના ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવાનો હેતુ ધરાવે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મંગળવારે નાના ટ્રેક્ટરોની નવી શ્રેણી - મહિન્દ્રા OJAનું અનાવરણ કર્યું છે.

Etv BharatWatch Mahindra OJA
Etv BharatWatch Mahindra OJA

કેપ ટાઉન: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મંગળવારે નાના ટ્રેક્ટરની નવી શ્રેણીનું અનાવરણ કર્યું છે. આગામી ત્રણ વર્ષમાં ટ્રેક્ટરની નિકાસ બમણી કરવાની યોજના ધરાવે છે. વિશ્વની સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગયા નાણાકીય વર્ષમાં લગભગ 18,000 ટ્રેક્ટરની નિકાસ કરી હતી. કંપનીએ કહ્યું કે, તેણે ટ્રેક્ટર માટે OJA પ્લેટફોર્મના વિકાસ પર રૂપિયા 1,200 કરોડનું રોકાણ કર્યું છે. આ પ્લેટફોર્મ પર 20-70 એચપીની ક્ષમતા ધરાવતી પ્રોડક્ટ બનાવી શકાય છે.

કંપનીનો ઉદ્દેશ્યઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ઉદ્દેશ્ય ખાસ કરીને ભારત, યુએસએ અને આસિયાન પ્રદેશમાં, નવી શ્રેણી સાથે નાના ખેડૂતોની જરૂરિયાતોને પૂરી કરવાનો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રમુખ (કૃષિ સાધનો) હેમંત સિક્કાએ જણાવ્યું હતું કે, OJA બ્રાન્ડ કંપનીને તેનો બજારહિસ્સો વધારવામાં અને નવા બજારોમાં પ્રવેશવામાં મદદ કરશે. તેમણે કહ્યું, "અમે ત્રણ વર્ષમાં અમારા નિકાસના આંકડા બમણા કરવા માટે વિચારી રહ્યા છીએ. આ લક્ષ્યાંક હાંસલ કરવામાં OJA ટ્રેક્ટર્સ મહત્વપૂર્ણ સાબિત થશે."

ભારતીય બજાર માટેઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મંગળવારે ભારતીય બજાર માટે 7 ઉત્પાદનોના લોન્ચ સાથે ત્રણ OJA પ્લેટફોર્મનું પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું કે કંપની OJA ઉત્પાદનો સાથે ત્રણ મુખ્ય ભૌગોલિક ભારત, આસિયાન અને અમેરિકાને લક્ષ્ય બનાવવા જઈ રહી છે. તે નવી શ્રેણી સાથે યુરોપ અને આફ્રિકાના ભૌગોલિક વિસ્તારોને પણ લક્ષ્ય બનાવશે. સિક્કાએ જણાવ્યું હતું કે, “અમે આ પ્લેટફોર્મ દ્વારા વિશ્વના દરેક ખૂણે હાજર રહીશું. આ કંપની માટે 12 નવા દેશોના દરવાજા પણ ખોલશે. આ સાથે, અમે વૈશ્વિક હળવા વજનના ટ્રેક્ટરના 25 ટકાને લક્ષ્ય બનાવવાની સ્થિતિમાં આવીશું.

આ પણ વાંચોઃ

  1. LIC Aadharshila Policy: મહિલાઓ માટે LICની જબરદસ્ત સ્કીમ, આટલા વર્ષમાં તો લાખોપતિ
  2. UPI Payment: ઓનલાઈન પેમેન્ટ ભૂલથી કોઈ બીજાના એકાઉન્ટમાં પેમેન્ટ કરી દીધું હોય, તો ગભરાશો નહીં, કરો આ કામ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.