ETV Bharat / business

Petrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર

author img

By

Published : Jul 11, 2023, 11:43 AM IST

Updated : Jul 11, 2023, 12:18 PM IST

મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર
Petrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. ગત અઠવાડિયે પેટ્રોલ-ડીઝલની કિંમતના સરેરાશ વધારો નોંધાયો હતો. જ્યારે ગાંધીનગર, સુરત અને વડોદરામાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવમાં નજીવો વધારો થયો છે. રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો અને અમદાવાદમાં કિંમત સ્થિર રહી હતી. ત્યારે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે, આવો જાણીએ...

ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રુ઼ડ માર્કેટમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

અમદાવાદના ભાવ : તારીખ 11 જુલાઈ મંગળવારના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 97.12 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.87 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

સુરતના ભાવ : તારીખ 11 જુલાઈ મંગળવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.93 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.69 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.63 પૈસાનો વધારો થયો છે.

ગાંધીનગરના ભાવ : તારીખ 11 જુલાઈ મંગળવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.73 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.48 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.03 અને 0.04 પૈસાનો વધારો થયો છે.

રાજકોટના ભાવ : તારીખ 11 જુલાઈ મંગળવારના રોજ રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.08 પૈસાનો ઘટાડો થયો છે.

વડોદરાના ભાવ : તારીખ 11 જુલાઈ મંગળવારના રોજ વડોદરામાં પેટ્રોલની કિંમત 96.16 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.90 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.08 પૈસાનો વધારો થયો છે.

મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર
મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર

અસર : ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર છે. આથી આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. પેટ્રોલ-ડીઝલની કિંમત પર ચોમાસાની કોઈ અસર વર્તાય છે કે કેમ તે જોવું રહ્યું. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. Forbes 2023: સૌથી અમીર સેલ્ફ મેડ મહિલાઓની યાદીમાં 4 ભારતીય-અમેરિકનનો સમાવેશ
  2. GST Council Meeting: ONDC હેઠળ કરવેરા અંગે ચર્ચા થાય એવી શક્યતા, રાહત મુદ્દે સ્પષ્ટતા થશે
Last Updated :Jul 11, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.