ETV Bharat / business

Patrol Diesel Price: મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, ક્રુડ માર્કેટમાં કિંમત સ્થિર

author img

By

Published : Jul 6, 2023, 12:01 PM IST

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં નજીવો વધારો થયો હતો. જ્યારે ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરામાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં જેમની તેમ છે. ત્યારે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે, આવો જાણીએ...

Patrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
Patrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. શાકભાજીની માર્કેટમાં ટામેટાનો ભાવથી રસોડાનું બજેટ ખોરવાયું છે. પણ ક્રુ઼ડ માર્કેટમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

Patrol Diesel Price: મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, ક્રુડ માર્કેટમાં કિંમત સ્થિર
Patrol Diesel Price: મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, ક્રુડ માર્કેટમાં કિંમત સ્થિર

ગાંધીનગરના ભાવ : તારીખ 6 જુલાઈ ગુરુવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.55 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.30 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.18 પૈસાનો ઘટાડો થયો છે.

સુરતના ભાવ : તારીખ 6 જુલાઈ ગુરુવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.53 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.29 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.27 પૈસાનો ઘટાડો થયો છે.

અમદાવાદના ભાવ : તારીખ 6 જુલાઈ ગુરુવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.51 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.25 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

રાજકોટના ભાવ : તારીખ 6 જુલાઈ ગુરુવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.42 પૈસાનો ઘટાડો થયો છે.

વડોદરાના ભાવ : તારીખ 6 જુલાઈ ગુરુવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.16 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.90 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.30 પૈસાનો ઘટાડો થયો છે.

અસર : ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો-ઘટાડો થઈ રહ્યો છે. આથી આવનાર દિવસોમાં ભાવનો અંદાજ લગાવવો અઘરો છે. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. Liquid ETF :ટૂંકા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે લિક્વિડ ઇટીએફ
  2. Financial security : ડિજિટલ પેમેન્ટ કરતી વખતે છેતરપિંડીથી બચવા શું ધ્યાનમાં રાખવું?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.