ETV Bharat / business

Independence Day: ઘરના સપનાને સાકાર કરવા સરકાર ટૂંક સમયમાં એક સ્કીમ લાવશેઃ PM મોદી

author img

By

Published : Aug 15, 2023, 4:34 PM IST

Etv BharatIndependence Day
Etv BharatIndependence Day

'પોતાનું ઘર' એ દરેકનું સપનું છે. પરંતુ મોટાભાગના લોકો આજીવિકા માટે શહેરોમાં ભાડાના મકાનમાં રહે છે. આવા લોકો માટે સરકાર ટૂંક સમયમાં એક સ્કીમ લાવવા જઈ રહી છે. જેથી તે શહેરોમાં મકાનો ખરીદી શકે. આ યોજના વિશે વધુ જાણો.

નવી દિલ્હી: 77મા સ્વતંત્રતા દિવસ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર, લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મંગળવારે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકાર ટૂંક સમયમાં એવા લોકો માટે એક એવી સ્કીમ લાવશે જેઓ શહેરોમાં 'પોતાના ઘર'નું સપનું જોતા હોય છે. જેના દ્વારા હોમ લોન લેનારાઓને રાહત આપવામાં આવશે.

જાણો આ વર્ષે કેટલા લોકોને લાભ મળશેઃ દેશના 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં શહેરોમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે એક યોજના લાવશે જેમની પાસે પોતાનું ઘર નથી. હાલમાં, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) લાગુ કરી રહ્યું છે. જેની શરૂઆત 25 જૂન 2015ના રોજ થઈ હતી. આ વર્ષે 31 જુલાઈ સુધી, PMAY-U હેઠળ 1.18 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 76.02 લાખ મકાનો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે.

જાણો કેવી હશે આ યોજનાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'અમે મધ્યમ વર્ગ માટે એક યોજના લઈને આવી રહ્યા છીએ. જે લોકો શહેરોમાં રહે છે પરંતુ ભાડાના મકાનમાં રહે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, અનધિકૃત કોલોનીઓમાં રહે છે. જો આવા પરિવારના સભ્યો તેમનું ઘર બનાવવા માંગતા હોય, તો અમે તેમને બેંકમાંથી જે લોન મળશે તેના પર વ્યાજમાં રાહત આપીને લાખો રૂપિયાની મદદ કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચોઃ

  1. Independence Day: દેશની 15000 મહિલાઓને ટૂંક સમયમાં આ સુવિધા મળશે, PMએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી
  2. Independence Day: મોંઘવારી મુદ્દે PM મોદીની મોટી વાત, ટૂંક સમયમાંં શરુ થશે આ યોજના
  3. Independence Day 2023 : છેલ્લા 10 વર્ષમાં સ્વતંત્રતા દિવસે PM મોદીના 10 અલગ-અલગ લુક્સ, જુઓ તસવીરો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.