ETV Bharat / business

Google Layoff 2023: ગુગલે મેટરનિટી લીવની બાકીની ચૂકવણી કરવાનો કર્યો ઇનકાર

author img

By

Published : Mar 20, 2023, 5:26 PM IST

Googleએ તેના ભૂતપૂર્વ કર્મચારીઓને પેઇડ મેટરનિટી અને મેડિકલ લીવની ચૂકવણી કરવાની મનાઈ ફરમાવી છે. જેને લઈને 100થી વધુ ભૂતપૂર્વ કર્મચારીઓ 'Laid off on Leave' નામનું જૂથ બનાવ્યું છે. કર્મચારીઓએ છૂટા કરાયા પહેલા મંજૂર કરાયેલી રજાને લઈને વળતર આપવાની માંગ કરી છે.

GoogleGoogle : ગુગલે મેટરનિટી લીવની બાકીની ચૂકવણી કરવાનો કર્યો ઇનકાર
GooglGoogle : ગુગલે મેટરનિટી લીવની બાકીની ચૂકવણી કરવાનો કર્યો ઇનકારe

સાન ફ્રાન્સિસ્કો: Googleએ તેના ભૂતપૂર્વ કર્મચારીઓને પેઇડ મેટરનિટી અને મેડિકલ લીવની ચૂકવણી કરવાની મનાઈ ફરમાવી છે. ઉલ્લેખનીય છે કે ગુગલના ભૂતપૂર્વ કર્મચારીઓ કે જેઓ મેડિકલ અથવા મેટરનિટી લીવ પર હતા. રજા દરમિયાન તેમને ગૂગલ દ્વારા છૂટા કરવામાં આવ્યા હતા.

વળતર આપવાની માંગ: ભૂતપૂર્વ કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે ગૂગલે તેની તેમની મંજૂર કરાયેલી રજા માટે ચૂકવણી કરવાનો ઇનકાર કરી રહ્યું છે. આવા 100થી વધુ ભૂતપૂર્વ કર્મચારીઓ 'Laid off on Leave' નામનું જૂથ બનાવ્યું છે. ભૂતપૂર્વ કર્મચારીઓએ સીઈઓ સુંદર પિચાઈ અને ચીફ પીપલ ઓફિસર ફિયોના સિકોની સહિતના અધિકારીઓને ત્રણ પત્રો મોકલીને આ અંગે રજૂઆત કરી છે. કર્મચારીઓએ તેમને છૂટા કરાયા પહેલા મંજૂર કરાયેલી રજાને લઈને વળતર આપવાની માંગ કરી છે. પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

આ પણ વાંચો: Google lays off robots: ગૂગલમાંથી 12000 લોકોની છટણી બાદ હવે આવ્યો રોબોટનો ટર્ન

6 ટકા કર્મચારીઓની છટણી: ઉલ્લેખનીય છે કે આલ્ફાબેટ Googleની મૂળ કંપની તાજેતરમાં સાર્વજનિક બજારમાં લગભગ બે દાયકામાં તેના સૌથી ગંભીર સમયગાળામાંથી પસાર થઈ છે. કંપનીએ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તે 12000 નોકરીઓને સમાપ્ત કરી રહી છે. જે અંતર્ગત કર્મચારીઓની 6 ટકા છટણીની જાહેરાત કરવામાં આવી હતી. રજા પર છૂટા કરાયેલા જૂથે જાન્યુઆરીમાં એક્ઝિક્યુટિવ્સને તેનો પહેલો ઈમેલ મોકલ્યો હતો. જે Google કર્મચારીઓની અગાઉ મંજૂર રજા પર હોય ત્યારે નોકરીમાં કાપને કારણે પ્રભાવિત થયા હોય તેમને વળતર આપવા માંગ કરી હતી.

આ પણ વાંચો: CEO કૂકે એ તેના પગારમાં ભારે ઘટાડો કર્યો, આ વ્યૂહરચના હેઠળ એપલમાં નથી થઈ છટણી

ગયા વર્ષે ગૂગલે જાહેરાત કરી હતી કે તે કર્મચારીઓ માટે પેઇડ મેટરનિટી તમામ માતાપિતા માટે 18 અઠવાડિયા અને જન્મ બાદ માતાપિતા માટે 24 અઠવાડિયા સુધી લીવની જાહેરાત કરી હતી. જેથી કર્મચારીઓ બાળક સાથે વધુ સમય પસાર કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.