ETV Bharat / business

Gold Silver Price: વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ વિક્રમી સપાટી પર, વેચાણ ઘટવાના એંધાણ

author img

By

Published : Apr 7, 2023, 11:52 AM IST

Gold Silver Price: વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ વિક્રમી સપાટી પર, વેચાણ ઘટવાના એંધાણ
Gold Silver Price: વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ વિક્રમી સપાટી પર, વેચાણ ઘટવાના એંધાણ

વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ ઘટવા છતાં સ્થાનિક સ્તરે વિક્રમી સપાટી પર રહ્યા છે. અમદાવાદ મહાનગરમાં સોનું 62,300 અને ચાંદી 74,500ના સ્તરે સ્થિર રહ્યા છે. જ્યારે વાયદાઓમાં સોનું અને ચાંદી સાધારણ નીચા ટ્રેડ પર રહ્યા હતા. જોકે, વેચાણ ઓછું થયું હોવાના રીપોર્ટ મળ્યા છે.

અમદાવાદઃ સોનામાં રૂપિયા 188 અને ચાંદીમાં 81 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનું વાયદામાં રેકોર્ડ 61000 રૂપિયાની સપાટીથી પાછું ફર્યું છે. વૈશ્વિક સોનાના ભાવમાં સાધારણ બે ડૉલર ઘટીને 2018 ડૉલર મૂકાયા હતા. જ્યારે ચાંદીનો ભાવ સ્થિર રહીને 24.95 ડૉલરે સ્થિર થઈ હતી. ડૉલર ઈન્ડેક્સ નીચલી સપાટીથી સુધારા સાથે ટ્રેડ થતા સોનાની તેજીમાં મોટી બ્રેક લાગી હતી. અન્ય ધાતુ રોડિયમ, પેલેડિયમ અને પ્લેટિનમમાં સુધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ અનિલ અંબાણીને બ્લેક મની એક્ટ હેઠળ મોકલવામાં આવેલી નોટિસ પર વચગાળાનો સ્ટે યથાવત:

રાજધાનીની અપડેટઃ મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ રૂ. 1,025 વધીને રૂ. 61,080 પ્રતિ 10 ગ્રામ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,055 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ રૂ. 1,810ના ઉછાળા સાથે રૂ. 73,950 પ્રતિ કિગ્રા. દિલ્હીના બજારમાં હાજર સોનાનો ભાવ રૂ. 1,025 વધીને રૂ. 61,080 પ્રતિ 10 ગ્રામ થયો હતો.

સ્થાનિક માર્કેટઃ સ્થાનિક બજારમાં, સોનાએ 10 ગ્રામ દીઠ રૂ. 61,000ની તાજી સર્વકાલીન ઊંચી સપાટીને પાર કરી હતી. ગુરૂવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મજબૂત થતાં 2,027 ડોલર પ્રતિ ઔંસ, જ્યારે ચાંદી પણ વધીને 24.04 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, અપેક્ષા કરતાં નીચા યુએસ જોબ ડેટા વચ્ચે કોમેક્સ પર સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.

રૂપિયો મજબુતઃ બુધવારે એશિયન ટ્રેડિંગ કલાકમાં માર્ચથી અત્યાર સુધીમાં 1.80 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ડૉલર સામે રૂપિયો 42 પૈસા સુધરીને 81.90 પર બંધ થયો હતો. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં ભારે ખરીદીને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું હતું. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 82.08 ના સ્તરે મજબૂત ખુલ્યો હતો.

આ પણ વાંચોઃ RBI Monetary Policy: RBIના રેપો રેટમાં મોટી રાહત, નહીં આવે મોંઘવારીનો આચકો

લગ્નસીઝનને અસરઃ લગ્નસીઝન નજીક આવી રહી છે એવા માહોલમાં સોનું ખરીદનારાઓએ થોડો વિચાર કરીને આ ખરીદી કરવી પડશે. જોકે, હજુ પણ ઘણા રોકાણકારો સોનામાં રોકાણને સૌથી સુરક્ષિત રોકાણ માને છે. જ્યારે એક એવો પણ વર્ગ છે જે જૂનું સોનું વેપારીઓને આપીને નવી ડિઝાઈન અને ઘડામણ સાથે સોનું રીપ્લેસ કરવાનું વલણ ધરાવે છે. જોકે, આ મામલે જુદા જુદા સ્થાનિક બજારના ઘડામણ ભાવમાં જુદાપણું હોઈ શકે છે. જ્યારે મોટી બ્રાંડ કહેવાતી ગોલ્ડ શૉપમાં તૈયાર દાગીનાના ભાવમાં પણ એક તફાવત જોવા મળી શકે છે. પરંતુ, આ વખતેની લગ્નસીઝનમાં સોના માટે વધારે પૈસા ખર્ચવા પડશે એ વાત નક્કી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.