ETV Bharat / business

Gold And Silver Price Today:વૈશ્વિક માર્કેટમાં સોનું સાડા ત્રણ મહિનાની સૌથી નીચી સપાટીએ, ડૉલર મજબુત

author img

By

Published : Jun 30, 2023, 10:46 AM IST

Updated : Jun 30, 2023, 10:57 AM IST

Gold And Silver Price Today:વૈશ્વિક માર્કેટમાં સોનું સાડા ત્રણ મહિનાની સૌથી નીચી સપાટીએ, ડૉલર મજબુત
Gold And Silver Price Today:વૈશ્વિક માર્કેટમાં સોનું સાડા ત્રણ મહિનાની સૌથી નીચી સપાટીએ, ડૉલર મજબુત

વૈશ્વિક સોનું ઘટીને 1900 ડૉલરની અંદર સરકી ગયું હતું. વૈશ્વિક સોનું સાડા ત્રણ મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. સોનામાં 150થી વધારે ઘટી ગયા છે. અમેરિકામાં જુન મહિનાના ત્રિમાસિક ગાળાનો માસિક દર વેપારીઓની અપેક્ષા કરતા ઘણો સારો રહ્યો હતો. ડૉલરમાં ઈન્ડેક્સ ઉંચકાતા સોનાની માર્કેટને અસર પહોંચી હતી.

મુંબઈઃ મુંબઈની માર્કેટમાં સોનું 99.90 દસ ગ્રામ દીઠ જીએસટી વગર 57950 રૂપિયા, જ્યારે 99.50 ના ભાવ રૂપિયા 57700 પર મૂકાયા હતા. જીએસટી એડ કરવામાં આવે તો ભાવમાં સીધા ત્રણ ટકાનો વધારો થઈ રહ્યો છે. જ્યારે અમદાવાદની માર્કેટમાં સોનું 99.90 દસ ગ્રામના રૂપિયા 60100, જ્યારે 99.50 ના રૂપિયા 59900 મૂકાતા જોવા મળ્યા છે.

ચેરમેનની વાતઃ અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ફેડરલની હવે પછીની બેઠકમાં વ્યાજદર વધવાની પૂરી શક્યતાઓ છે. અમેરિકામાં જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં જીડીપી અંદાજની અપેક્ષા કરતા સારા આવતા તેની અસર ડૉલર પર જોવા મળી હતી. જેથી ડૉલર મજબુત જોવા મળ્યો હતો. જેની અસર સોના પર જોવા મળી હતી. ભારતમાં સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા.

સાંજે ગગડ્યુંઃ વૈશ્વિક માર્કેટમાં સોનું પ્રતિ ઔંસ મોડી સાંજે ગબડીને 1897 ડૉલરે આવીને અટક્યું હતું. જ્યારે ચાંદી ઔંસ દીઠ 22.44 ડૉલર ક્વોટ કરાયું હતું. ડૉલર ઈન્ડેક્સ વધીને 103.30 જોવા મળ્યું છે. અમેરિકા સહિત યુરોપના અનેક દેશમાં સોનાના ભાવમાં એક અસર જોવા મળી છે. વ્યાજદર વધવાના સંકેતે માગ ઘટવાની ગણતરીએ ક્રુડ ઓઈલમાં પણ અસર જોવા મળી છે. દેશના સૌથી ઝડપથી વિકસતા ઔદ્યોગિક શહેરોમાંના એક અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષમાં સોનામાં રોકાણ કરવામાં રસ વધ્યો છે.

ગુજરાતના ભાવઃ ગુજરાતનું આ મુખ્ય શહેર તેની પરંપરાગત વ્યવસાય પદ્ધતિઓ માટે પણ જાણીતું છે. અમદાવાદના લોકો નાણાકીય સુરક્ષા અને સારા વળતરને કારણે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. શહેરમાં વેપાર રોકાણ અને માંગ પ્રમાણે સોનાના ભાવ દરરોજ બદલાય છે. આજે સુરતમાં સોનાનો ભાવ 24 કેરેટ માટે ₹58,800 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ માટે ₹53,900 છે. વડોદરા શહેરમાં પણ આ જ ભાવથી સોનાની માર્કેટ જોવા મળી રહી છે.

  1. Tomato Price Hike: રાતા ટમેટાએ રો'તા કર્યા, ભાવમાં સેન્ચુરી મારી
  2. 2000 Currency: 2000ની નોટ એક્સચેન્જ માટે ચિંતા કરશો નહીં, એમેઝોન આપી રહ્યું છે નોટ એક્સચેન્જ કરવાની સુવર્ણ તક
Last Updated :Jun 30, 2023, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.