ETV Bharat / business

Delhi Airport : નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મળશે નવી પાંખ, નાગરિક ઉડ્ડયન પ્રધાને શું કહ્યું જુઓ...

author img

By

Published : Jul 16, 2023, 7:07 AM IST

દિલ્હી એરપોર્ટ પર તાજેતરમાં ચોથા રનવે અને ઈસ્ટર્ન ક્રોસ ટેક્સીવેઝનું (ECT) ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશમાં નાગરિક ઉડ્ડયનના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. ઉપરાંત તેઓએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વિમાનોની સંખ્યામાં વધારો કરવાના નિર્ણય અંગે વાત કરી હતી.

Delhi Airport : નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મળશે નવી પાંખ
Delhi Airport : નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મળશે નવી પાંખ

નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટ પર 13 જુલાઈના રોજ ચોથા રનવે અને ઈસ્ટર્ન ક્રોસ ટેક્સીવેઝનું (ECT) કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રિય પ્રધાને કહ્યું કે, ભારત ઉચ્ચ લક્ષ્યને ધ્યાનમાંં રાખીને ચાલી રહ્યું છે, આ વિકાસના તબક્કાની શરૂઆત છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, દિલ્હી એરપોર્ટના ઓપરેટર ડાયલને (DIAL) ઓક્ટોબર સુધીમાં ચોથું ટર્મિનલ તૈયાર કરવા કહ્યું છે.

વિમાનોની સંખ્યા વધશે : ઈસ્ટર્ન ક્રોસ ટેક્સી વેઝનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશમાં નાગરિક ઉડ્ડયનનું ભવિષ્ય ઉજ્જવળ રહે તેવી કામના કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાને એર ઈન્ડિયા સહિત અન્ય એરલાઇન્સ દ્વારા મોટી સંખ્યામાં એરક્રાફ્ટ ખરીદવા માટે આપવામાં આવેલા ઓર્ડરનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય પ્રધાને દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં વૃદ્ધિની શરૂઆતની વાત કરતા કહ્યું હતું કે, હાલમાં સ્થાનિક એરલાઇન્સ સાથેના વિમાનોની સંખ્યા 720 છે. આગામી દિવસોમાં આ વિમાનોની સંખ્યા 1500 સુધી પહોંચી જશે.

નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દેશના આર્થિક વિકાસમાં ફાળો આપી રહ્યું છે. ભારત ઉચ્ચ લક્ષ્યને ધ્યાનમાંં રાખીને ચાલી રહ્યું છે. આ વિકાસના તબક્કાની શરૂઆત છે. દિલ્હી એરપોર્ટના ઓપરેટરને DIAL ઓક્ટોબર સુધીમાં ચોથું ટર્મિનલ તૈયાર કરવા કહ્યું છે.-- જ્યોતિરાદિત્ય સિંધિયા (કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન)

ઓપરેશનલ કાર્યક્ષમતા : GMR ગ્રુપના ચેરમેન જી.એમ. રાવે જણાવ્યું હતું કે, ઈસ્ટર્ન ક્રોસ ટેક્સી વેઝ અને ચોથો રનવે ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરક્રાફ્ટને ECT ત્રીજા રનવે પર ઉતર્યા પછી અને T1 પર મુસાફરી કર્યા પછી જે અંતર કાપવું પડે છે તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે.

એલિવેટેડ ટેક્સી વે : હાલમાં એરપોર્ટ પર એરક્રાફ્ટને લેન્ડ થયા બાદ 9 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. પરંતુ ઈસ્ટર્ન ક્રોસ ટેક્સી વેઝ અને ચોથા રનવેના ઉપયોગથી આ અંતર ઘટીને માત્ર 2 કિલોમીટર થઈ જશે. જેના પરિણામે વિમાનમાં મુસાફરોનો રાહ જોવાનો સમય લગભગ 10 મિનિટ થઈ જશે. હાલમાં મુસાફરોને વિમાનમાં 20-25 મિનિટ સુધી રાહ જોવી પડે છે. દેશનું પહેલું એરપોર્ટ હશે કે જેની નીચેથી પસાર થતા રસ્તાઓ સાથે એલિવેટેડ ટેક્સી વે હશે. મુસાફરો ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 વચ્ચે મુસાફરી કરતી વખતે વિમાનને ઓવરહેડ ટેક્સી કરતા જોશે. આ ઉપરાંત, એલિવેટેડ ડ્યુઅલ ટેક્સિ વે એરપોર્ટની પૂર્વ બાજુએ ઉત્તરીય અને દક્ષિણ એરફિલ્ડને જોડશે.

  1. કોરોના વાઈરસગ્રસ્ત પ્રવાસી આવતા પાઈલટે વિમાન પરથી લગાવી છલાંગ...
  2. આશરે 2,500 કરોડનું ડ્રગ્સ ISIના ઈશારે ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરતો શાહીદ ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.