ETV Bharat / business

Budget 2023 : બજેટમાં રજૂ થયાં દેશના અર્થતંત્રનો ચીતાર આપતાં આંકડા, શું છે સંકેત જાણો

author img

By

Published : Feb 1, 2023, 7:15 PM IST

કેન્દ્રીય બજેટ 2023(Budget 2023 )માં નાણાંપ્રધાનના બજેટ સંભાષણનો અંતિમ ભાગ સામાન્ય કરદાતાઓ માટે મહત્ત્વનો બન્યો તેમ ભારતીય અર્થતંત્રના જ્ઞાતાઓ માટે પણ ધ્યાનપાત્ર (big announcements in economy )બન્યો હતો. દેશના અર્થતંત્રને અસર કરતી રાજકોષીય ખાધ (Fiscal deficit in Budget 2023 )સહિતના ખર્ચાઓ અને દેવાંઓ વિશે નાણાંપ્રધાને મજબૂત અર્થતંત્રનો સંકેત (Indian Economy in FY2023 )આપી દીધો છે.

Budget 2023 : બજેટમાં રજૂ થયાં દેશના અર્થતંત્રનો ચીતાર આપતાં આંકડા, શું છે સંકેત જાણો
Budget 2023 : બજેટમાં રજૂ થયાં દેશના અર્થતંત્રનો ચીતાર આપતાં આંકડા, શું છે સંકેત જાણો

નવી દિલ્હી : બજેટ 2023-24 અમૃત કાળ માટેનું વિઝન રજૂ કરતાં એક સશક્ત અને સમાવિષ્ટ અર્થતંત્ર માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરી હોવાનું નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું. વૈશ્વિક અર્થતંત્રની સામે ભારતની ઈકોનોમી મજબૂત છે અને વિશ્વની નજર ભારતના બજેટ પર હતી. વિદેશી રોકાણકારોએ પણ ભારતના બજેટમાં અર્થતંત્રને ગતિ આપતાં નિર્ણયો અને ટેક્સ રીજીમમાં કરેલ ફેરફારની સરાહના કરવી પડે તેવું બજેટ રજૂ થયું છે.

બજારનું ઋણ રૂ. 11.8 લાખ કરોડ હોવાનો અંદાજ : રાજકોષીય મજબૂતીનો માર્ગ ચાલુ રાખતાં સરકાર વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદો ધરાવે છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતી વખતે આ વાત કરી હતી. નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય ખાધ 2023-24માં જીડીપીના 5.9 ટકા રહેવાનો અંદાજ છે. વર્ષ 2023-24માં રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે ડેટેડ સિક્યોરિટીઝમાંથી ચોખ્ખું બજારનું ઋણ રૂ. 11.8 લાખ કરોડ હોવાનો અંદાજ છે. બાકીનું- બેલેન્સ ફાઇનાન્સિંગ નાની બચત અને અન્ય સ્રોતોમાંથી આવે તેવી અપેક્ષા છે. કુલ બજારનું ઋણ 15.4 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

ચોખ્ખી કરવેરાની પ્રાપ્તિ રૂ. 20.9 લાખ કરોડ વર્ષ 2023-24નાં અંદાજપત્રીય અંદાજોમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવક અનુક્રમે રૂ. 27.2 લાખ કરોડ અને રૂ. 45 લાખ કરોડ હોવાનો અંદાજ છે. વળી, ચોખ્ખી કર પ્રાપ્તિ 23.3 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. નાણાંપ્રધાને વર્ષ 2023-24ના સુધારેલા અંદાજમાં જણાવ્યું હતું કે, ઉધાર સિવાયની કુલ આવક રૂ. 24.3 લાખ કરોડ છે, જેમાંથી ચોખ્ખી કરવેરાની પ્રાપ્તિ રૂ. 20.9 લાખ કરોડ છે. કુલ ખર્ચનો સંશોધિત અંદાજ 41.9 લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી મૂડીગત ખર્ચ લગભગ 7.3 લાખ કરોડ રૂપિયા છે. નાણાકીય ખાધનો સુધારેલો અંદાજ બજેટના અંદાજને અનુસરીને 2022-23માં જીડીપીના 6.4 ટકા છે.

આ પણ વાંચો Union Budget 2023: ગુજરાતના વેપારી મંડળે બજેટનું કર્યું ગ્રાન્ડ વેલકમ

આ અપેક્ષા હતી કેન્દ્રીય બજેટ 2023-24 માટે નીચી રાજકોષીય ખાધનો લક્ષ્યાંક વૈશ્વિક કોમોડિટીના ભાવમાં સંભવિત મધ્યસ્થતા અને સબસિડી પર ઓછા ખર્ચ તરીકે અપેક્ષિત હતો. કારણ કે સરકાર રોગચાળાને લગતા લાભો પાછા ખેંચી લીધા છે. તેનાથી નીચી રાજકોષીય ખાધ લક્ષ્ય માટે જગ્યા ઉભી થવાની સંભાવના હતી. રાજ્યોને GSDP ના 3.5ટકાની રાજકોષીય ખાધની મંજૂરી આપવામાં આવશે. જેમાંથી 0.5 ટકા પાવર સેક્ટરના સુધારા માટે હશે તેમ નિર્મલા સીતારમને બજેટ ભાષણમાં જણાવ્યું હતું.

રાજકોષીય ખાધ જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય : 2025-26 સુધીમાં રાજકોષીય ખાધ જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય રાખતા નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે 2023-24 માટે ખાધને 5.9 ટકા પર નિર્ધારિત કરી છે. જે 2022-23 માટેના અંદાજપત્રના 6.4 ટકાના લક્ષ્ય કરતાં ઓછી છે તે ભારતીય અર્થતંત્રની સુધરેલી સ્થિતિ દર્શાવે છે. 2021-22 માટે રાજકોષીય ખાધ 6.7 ટકા હતી, જે સંશોધિત બજેટ અંદાજમાં 6.9 ટકા કરતાં ઓછી હતી.

રાજ્યોને રાજકોષીય ખાધની મંજૂરી : નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે 2021-22 માટેના મારા બજેટ ભાષણમાં મેં જાહેરાત કરી હતી કે અમે રાજકોષીય એકત્રીકરણના માર્ગને ચાલુ રાખવાની યોજના બનાવીએ છીએ. આ સમયગાળા દરમિયાન એકદમ સ્થિર ઘટાડા સાથે 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને 4.5 ટકાથી નીચે સુધી પહોંચાડીશું. અમે આ નિર્ધારને વળગી રહ્યા છીએ અને હું 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાના મારા ઈરાદાને ફરી દોહરાવું છું. રાજ્યોને GSDP ના 3.5 ટકાની રાજકોષીય ખાધની મંજૂરી આપવામાં આવશે. જેમાંથી 0.5 ટકા પાવર ક્ષેત્રના સુધારા માટે હશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો Budget 2023 : રોજગાર સર્જનને વેગ આપવા 30 સ્કિલ સેન્ટર ખુલશે, PM પ્રણામ યોજનાનું એલાન

ચોખ્ખી કર પ્રાપ્તિનો અંદાજ : આગામી નાણાકીય વર્ષ માટે ઉધાર સિવાયની કુલ પ્રાપ્તિ અને કુલ ખર્ચ અનુક્રમે રૂ. 27.2 લાખ કરોડ અને રૂ. 45 લાખ કરોડ હોવાનો અંદાજ રખાયો છે. 23.3 લાખ કરોડ રૂપિયાની ચોખ્ખી કર પ્રાપ્તિનો અંદાજ છે.2023-24માં રાજકોષીય ખાધને ધીરાણ કરવા માટે ડેટેડ સિક્યોરિટીઝમાંથી ચોખ્ખી બજાર ઉધાર રૂ. 11.8 લાખ કરોડ હોવાનો અંદાજ છે. બેલેન્સ ધીરાણ નાની બચત અને અન્ય સ્ત્રોતોમાંથી આવવાની અપેક્ષા છે. ગ્રોસ માર્કેટ બોરોઇંગ 15.4 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અથવા આ નાણાકીય વર્ષમાં ઉધાર સિવાયની કુલ રસીદોનો સુધારેલ અંદાજ રૂ. 24.3 લાખ કરોડ છે, જેમાંથી ચોખ્ખી કર આવક રૂ. 20.9 લાખ કરોડ છે. કુલ ખર્ચનો સંશોધિત અંદાજ રૂ. 41.9 લાખ કરોડ છે, જેમાંથી મૂડીખર્ચ આશરે રૂ. 7.3 લાખ કરોડ છે. કેટલાકના મતે બજેટ કરતાં વધુ GSTને કારણે વિન્ડફોલ ગેઇન ટેક્સ અને વધારાની ટેક્સ આવક રાજકોષીય સ્થિતિમાં રાહત આપશે.

35,000 કરોડની ચોખ્ખી કર આવક ગુમાવાશે : આજે બજેટમાં આવકવેરામાં ઘણા ફેરફારોની પણ દરખાસ્ત કરવામાં આવી છે અને ડિફોલ્ટ વિકલ્પ તરીકે નવી કર વ્યવસ્થા બનાવવામાં આવી છે. અન્ય પગલાંઓમાં નિર્મલા સીતારામને નવી કર વ્યવસ્થામાં સર્વોચ્ચ સરચાર્જ દર 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આના પરિણામે મહત્તમ ટેક્સ રેટ ઘટીને 39 ટકા થશે. જોકે, દેશને. કેન્દ્રીય બજેટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ વેરામાં ફેરફાર કર્યા પછી 35,000 કરોડની ચોખ્ખી કર આવક ગુમાવવાની થશે.

આ પણ વાંચો Budget 2023 Highlight: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો

10 લાખ કરોડના મૂડી રોકાણનો લક્ષ્યાંક : સરકારે આગામી નાણાકીય વર્ષ માટે રૂ. 10 લાખ કરોડના મૂડી રોકાણનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે, જે સતત ત્રીજા વર્ષે 33 ટકાનો તીવ્ર વધારો, વૃદ્ધિની સંભાવના અને રોજગાર સર્જન ખાનગી રોકાણોમાં આકર્ષણ વધારવા અને વૈશ્વિક પરિબળો સામે ટકવામાં મદદ મળશે. સરકારે મૂડી ખર્ચમાં વધારો કર્યો છે તેમાં રાજકોષીય સમજદારી દર્શાવી છે અને નવી વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાને ડિફોલ્ટ તરીકે જાહેર કરી છે. ગ્રામીણ ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રની યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્જન અને મધ્યમ આવક જૂથ પર વધુ ભાર મૂકવાની સાથે બજેટ લોકશાહી કરતાં વધુ સમજદાર સાબિત થઇ શકે છે. દુનિયામાં મંદીનો સામનો કરી રહી છે ત્યારે નાણાકીય વર્ષ 2023માં અર્થતંત્ર 7 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા સાથે બજેટે ભારતીય અર્થતંત્રની મજબૂતી માટે આશાવાદ જગાવ્યો છે.

રાજકોષીય ખાધ 5.9 ટકા રહેશે : નાણાકીય વર્ષ 2022-23માં સામાન્ય જીડીપી 15.4 ટકાના દરે વધશે વાસ્તવિક જીડીપી નાણાકીય વર્ષ 2022-23માં 7ટકાના દરે વધશે નાણાકીય વર્ષ 2022-23માં કૃષિ ક્ષેત્ર 3.5 ટકા વધશે. મૂડી રોકાણનો ખર્ચ 33 ટકા વધીને રૂ. 10 લાખ કરોડ થયો છે.કેન્દ્ર દ્વારા અસરકારક મૂડી ખર્ચ જીડીપીના 4.5 ટકા રહેશે. રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન વધુ એક વર્ષ માટે ચાલુ રહેશે. નાણાકીય વર્ષ 2023-24માં રાજકોષીય ખાધ 5.9 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2023-24માં મહેસૂલી ખાધ 2.9 ટકા રહેશે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધ 4.5 ટકાથી નીચે પહોંચી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.