ETV Bharat / business

સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં 17 પૈસાનો વધારો

author img

By

Published : Aug 18, 2020, 2:11 PM IST

દેશની રાજધાનીમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં 17 પૈસાના વધારા સાથે ભાવ 80.90 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 29 જૂનથી 47 દિવસ યથાવત રહેલા ભાવ હવે રવિવારે પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે.

ઢીઝલ
ડીઝલ

નવી દિલ્હી: તેલ કંપનીઓ દ્વારા આજ પેટ્રોલના ભાવમાં કેટલાક પૈસાનો વધારો કરાયો છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતામાં ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, 30 જુલાઇ દિલ્હી સરકારે 8.36 રુપિયાનો ડીઝલમાં ઘટાડો કર્યો હતો. જેનાથી બજાર ભાવ 73.56 રુપિયા પ્રતિ લીટર થઇ ગયા હતાં.

દેશની રાજધાનીમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં 17 પૈસાના વધારા સાથે ભાવ 80.90 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 29 જૂનથી 47 દિવસ યથાવત રહેલા ભાવે વિરામ તોડીને રવિવારે પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે.

જાણો પ્રમુખ શહેરોના ભાવ

શહેરડીઝલપેટ્રોલ
દિલ્હી 73.5680.90
કોલકાતા70.0682.43
મુંબઇ80.1187.58
ચેન્નાઇ78.8683.99

તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે આરએસપી અને તમારા શહેરનો કોડ લખવો પડશે અને તેને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેર માટેનો કોડ જુદો છે, જે તમને આઈઓસીએલની વેબસાઇટ પરથી મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.