ETV Bharat / business

કમલનાથના ભત્રીજા રતુલ પુરીની કંપની સહિત સાત સ્થળોએ CBIના દરોડા

author img

By

Published : Jun 26, 2020, 5:01 PM IST

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથના ભત્રીજા રતુલ પુરીના મુશ્કેલીમાં વધારો થયો છે. શુક્રવારે CBIએ બેંક છેતરપિંડી કેસમાં તેમની કંપનીના સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા.

રતુલ પુરી
રતુલ પુરી

નવી દિલ્હી: CBIએ શુક્રવારે બેંકની રૂપિયા 787 કરોડની છેતરપિંડીના મામલામાં રતુલ પુરીની કંપની સહિત સાત સ્થળો પર તપાસ કરી હતી. આ કેસ તેની કંપની મોઝર બેર સોલર લિમિટેડ સાથે સંબંધિત છે.

આ કેસ બાબતે CBIએ વર્તમાન તેમજ પૂર્વ અધિકારી બંનેની ધરપકડ કરી છે. આ કેસ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કોંગ્રેસના કમલનાથના ભાણેજ રતુલ પુરી સામે 787 કરોડના બેન્ક કૌભાંડ અંગે દાખલ કરવામાં આવ્યો હતો. રવિવારના રોજ સીબીઆઇએ આ કેસ દાખલ કર્યો હતો.

સેન્ટ્ર્લ બેન્ક દ્વારા આપવામાં આપેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, રતુલે વર્ષ ૨૦૧૨માં કંપનીના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ તેના માતા-પિતા પોતપોતાના હોદ્દા પર ચાલુ રહ્યાં હતાં. તેમજ આ દરમિયાન રતુલ બહાર રહીને કૌભાંડ ચલાવી રહ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસી સવારે શરૂ કરવામાં આવી હતી અને હજી ચાલુ છે. તેમણે કહ્યું કે, રતુલ પુરીના પિતા દીપક પુરીની ઓફિસ અને નિવાસ સ્થાને પણ તપાસી કરવામાં આવશે.

આ કંપનીને અપાયેલી લોનમાં પંજાબ નેશનલ બેંકને રૂપિયા 787 કરોડના નુકસાનના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે કેસ નોંધ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.