ETV Bharat / business

ઈન્ડિગો પગારમાં મુકશે કાપ, CEOનો પણ 25 ટકા પગાર કપાશે

author img

By

Published : May 8, 2020, 4:03 PM IST

ઈન્ડિગોના CEO રોનો દત્તાએ કર્મચારીઓને જણાવ્યું હતું કે, જ્યારે અમે માર્ચ અને એપ્રિલ મહિનામાં કર્મચારીઓના પગાર પુરા ચૂકવ્યા હતા. જો કે, હવે મે 2020થી ગ્રેડ લેવલે પગારમાં કાપ મૂકવામાં આવશે.

indigo
ઈન્ડિગો

નવી દિલ્હી: ગો-એર અને સ્પાઈસ જેટ બાદ ઓછી કિંમતના વાહક એરલાઈન ઈન્ડિગોએ શુક્રવારે મે, જૂન અને જુલાઈ મહિનામાં 'લીવ વિથ આઉટ પે' હેઠળ તેના કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે.

કોરોના વાઈરસના રોગચાળાને રોકવા માટે 25 માર્ચથી ભારત લોકડાઉન હેઠળ છે. ઉડ્ડયન ઉદ્યોગ સંપૂર્ણ લોકબંધ છે, જ્યારે આગળના કોઈ ઓર્ડર સુધી બુકિંગ કરવામાં આવતું નથી. પરિણામે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગની આવકને મોટો ફટકો પડ્યો છે.

ઈન્ડિગોના CEO રોનો દત્તાએ કર્મચારીઓને જણાવ્યું હતું કે, જ્યારે અમે માર્ચ અને એપ્રિલ મહિનામાં કર્મચારીઓના પગાર પૂરા ચૂકવ્યા હતા, ત્યારે મને ડર છે કે, મે 2020ના મહિનાથી પગાર પર કાપ મુકવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

જ્યારે ઈન્ડિગોએ તેના વરિષ્ઠ કર્મચારીઓ માટે 19 માર્ચે પગારમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, ત્યારે 23મી એપ્રિલના રોજ સરકારના સુચનથી આ ઘટાડો કર્યો ન હતો.

શુક્રવારે, દત્તાએ તેના ઈમેઈલમાં લખ્યું છે કે, ક્ષમતાના ક્રમિક વિકાસને ધ્યાનમાં રાખીને (કટ ચૂકવવા) ઉપરાંત, આપણે મે, જૂન અને જુલાઈ મહિનાના પગારમાં લીવ વિથ આઉટ પે લાગુ કરવું પડશે.

રોનો દત્તાએ જણાવ્યું હતું કે, પગાર વિનાની આ રજા કર્મચારી જૂથના આધારે 1.5 દિવસથી 5 દિવસની રહેશે. આમ કરતી વખતે અમે ખાતરી કરીશું કે, આપણા કર્મચારીઓની બહુમતી ધરાવતા લેવલના કર્મચારીઓને અસર નહીં થાય.

રોનો દત્તાએ 19 માર્ચે જાહેરાત કરી હતી કે, એરલાઈન્સ વરિષ્ઠ કર્મચારીઓ માટે પગારમાં ઘટાડો કરશે. રોનો દત્તા પોતે કોવિડ-19 રોગચાળા વચ્ચે 25 ટકા જેટલો ઘટાડો કરશે. કોરોના વાઈરસે ઉડ્ડયન ઉદ્યોગને ગંભીર અસર પહોંચાડી છે.

ઈન્ડિગોના CEO જણાવ્યું કે, હું અંગત રીતે મારા પગારમાં 25 ટકા ઘટાડો કરું છું, એસવીપી અને તેથી વધુ 20%, વી.પી. અને કોકપીટ ક્રૂ 15 ટકા પગારનો કાપ ઉઠાવશે. દત્તાએ 19 માર્ચે કહ્યું હતું કે, કેબિન ક્રૂ સાથે બેન્ડ ડીમાં 10 ટકા અને બેન્ડ સીમાં 5 ટકાનો સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે, અન્ય ભારતીય વિમાન કંપનીઓ જેવી કે ગો-એર અને સ્પાઈસ જેટ એ પણ ક્રમશ 50 ટકા અને 10થી 30 ટકાની મર્યાદામાં વેતન ઘટાડવાની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.