ETV Bharat / business

Share Marketમાં દિવસભર જોવા મળી નબળાઈ, સેન્સેક્સ 677 અને નિફ્ટી 185 પોઈન્ટ ગગડીને બંધ થયો

author img

By

Published : Oct 29, 2021, 4:06 PM IST

Share Marketમાં દિવસભર જોવા મળી નબળાઈ, સેન્સેક્સ 677 અને નિફ્ટી 185 પોઈન્ટ ગગડીને બંધ થયો
Share Marketમાં દિવસભર જોવા મળી નબળાઈ, સેન્સેક્સ 677 અને નિફ્ટી 185 પોઈન્ટ ગગડીને બંધ થયો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) આખરે શેર બજાર (Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 677.77 પોઈન્ટ (1.13 ટકા)ના ઘટાડા સાથે 59,306.93ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 185.60 પોઈન્ટ (1.04 ટકા)ના ઘટાડા સાથે 17,671.65ના સ્તર પર બંધ થયો છે.

  • સપ્તાહના છેલ્લા દિવસે આજે શેર બજાર નબળાઈ સાથે બંધ થયું
  • સેન્સેક્સ 677.77 અને નિફ્ટી 185.60 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો
  • સેન્સેક્સ ફરી એક વાર 60,000ની નીચે અને નિફ્ટી 18,000ની નીચે પહોંચ્યો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) આખરે શેર બજાર (Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આ સાથે જ રોકાણકારોમાં નિરાશા જોવા મળી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 677.77 પોઈન્ટ (1.13 ટકા)ના ઘટાડા સાથે 59,306.93ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 185.60 પોઈન્ટ (1.04 ટકા)ના ઘટાડા સાથે 17,671.65ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 60,000ની નીચે અને નિફ્ટી 18,000ની નીચે પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ વર્તમાન ત્રિમાસિકગાળામાં દેશમાં જોબ માર્કેટમાં સુધારો, હાયરિંગ એક્ટિવિટીમાં તેજી

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainres) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainres Shares) વાત કરીએ તો, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 2.54 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 1.95 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 1.57 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 1.53 ટકા, કિપ્લા (Cipla) 1.49 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -3.62 ટકા, એનટીપીસી (NTPC) -3.42 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -3.21 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -3.04 ટકા, લાર્સન (Larsen) -2.62 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃ JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના

શેર બજાર અંગે નિષ્ણાતનો મત

વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર કુનાલ મેહતાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં પ્રોફિટ બુકિંગનો તબક્કો શરૂ થયો છે. ગુરુવારે ઓક્ટોબર એક્સપાયરીમાં લોન્ગ પોઝિશનવાળાઓ માટે છેલ્લા ઘણા મહિનાઓ બાદ પોઝિશન રોલઓવર કરવી કે નહીં. તે માટેની મૂંઝવણ જોવા મળી હતી. જોકે, હજી ટ્રેન્ડ રિવર્સલનો સંકેત નથી, પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે, બજારે વચગાળાની ટોચ બનાવી લીધી છે અને 18,606ની ટોચ પાર કરવામાં તે નોંધપાત્ર સમય લઈ શકે છે. છેલ્લાં પાંચ મહિના દરમિયાન બજારમાં દર મહિને જોવા મળતી નવી ટોચ આગામી એકાદ-બે મહિનામાં જોવા નહીં મળે તેવું જણાય છે. અલબત્ત, ઘટાડે બજારમાં ક્વાલિટી કાઉન્ટર્સમાં ખરીદીની સારી તક પ્રાપ્ય બનશે, જેમાં પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝીસ મહત્ત્વની બની રહેશે. સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટના કાર્યક્રમને વેગીલો બનાવવાનો પ્રયાસ કરશે. આની પાછળ પીએસયૂ શેર્સ બ્રોડ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ જાળવી શકે છે.

ગ્રાફિક્સઃ

સેન્સેક્સઃ - 677.77

ખૂલ્યોઃ 59,857.33

બંધઃ 59,306.93

હાઈઃ 60,132.81

લોઃ 59,089.37

NSE નિફ્ટીઃ -185.60

ખૂલ્યોઃ 17,833.05

બંધઃ 17,671.65

હાઈઃ 17,915.85

લોઃ 17,613.10

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.