ETV Bharat / business

બ્રિટને ચીનની Huawei કંપની પર પ્રતિબંધ મૂક્યો, 2027 સુધી તમામ 5G કીટ હટાવાશે

author img

By

Published : Jul 15, 2020, 7:47 AM IST

બ્રિટેન વડાપ્રધાન બોરિસ જ્હોનસનની અધ્યક્ષતામાં એનસીએસસીની બેઠકમાં હ્યુઆવેઇ પર મે મહિનામાં લગાવવામાં આવેલા નવા અમેરિકી પ્રતિબંધોની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા પ્રતિબંધોથી ચીની કંપની અમેરિકન સેમીકન્ડક્ટર ટેકનોલોજીના આધારે ઉત્પાદનો પ્રાપ્ત કરી શકશે નહીં.

યુકેએ ચાઇનાના હ્યુઆવેઇ પર પ્રતિબંધ મૂક્યો,
યુકેએ ચાઇનાના હ્યુઆવેઇ પર પ્રતિબંધ મૂક્યો,

લંડન /બેઝિંગ: બ્રિટનના 5G નેટવર્કથી ચીનની હ્યુઆવેઇને 2027ના અંત સુધીમાં હટાવી દેવામાં આવશે. બ્રિટનના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર (એનસીએસસી)ના હ્યુઆવેઇ પર અમેરિકી પ્રતિબંધોની અસરની સમીક્ષા કર્યા પછી બ્રિટન સરકારે મંગળવારે આ જાહેરાત કરી હતી.

આ અગાઉ ચીની કંપનીને બ્રિટન દ્વારા તેના 5G નેટવર્કના વિસ્તારમાં મર્યાદિત રીતે કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન બોરિસ જ્હોનસનની અધ્યક્ષતામાં એનસીએસસીની બેઠકમાં હ્યુઆવેઇ પર મે મહિનાના નવા અમેરિકી પ્રતિબંધોની સમીક્ષા બાદ બ્રિટને પણ ચીનની Huawei કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. આ નવા પ્રતિબંધોથી ચીની કંપની અમેરિકન સેમીકન્ડક્ટર ટેકનોલોજીના આધારે ઉત્પાદનો પ્રાપ્ત કરી શકશે નહીં.

બ્રિટનના આ પ્રતિબંધ બાદ નેટવર્કથી હ્યુઆવેઇનો સામાન સંપૂર્ણ રીતે દૂર થઈ જશે. તેમજ 31 ડિસેમ્બર, 2020 બાદ કોઈપણ નવી 5G કીટની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિટનના ડિજિટલ, સાંસ્કૃતિક, મીડિયા અને સ્પોર્ટસ સેક્રેટરી ઓલિવર ડાઉડેને કહ્યું કે, 5G આપણા દેશ માટે બદલાતી ટેકનોલોજી હશે, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પૂરો વિશ્વાસ હશે.

તેમણે કહ્યું કે, હ્યુઆવેઇ પર અમેરિકાના પ્રતિબંધ બાદ અમારા સાયબર નિષ્ણાતોની સલાહથી સરકારે અમારા 5G નેટવર્ક માટે હ્યુઆવેઇ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જાન્યુઆરી 2021 પછી બ્રિટેન 5G નેટવર્કમાં કોઇપણ નવી 5G કીટ ઉમેરવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.