ETV Bharat / business

આજે સતત 26મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર પણ કાચા તેલમાં તેજી

author img

By

Published : Aug 12, 2021, 10:50 AM IST

આજે સતત 26મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર પણ કાચા તેલમાં તેજી
આજે સતત 26મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર પણ કાચા તેલમાં તેજી

દેશમાં અત્યારે કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. તો બીજી તરફ આજે સતત 26મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં કોઈ વધારો નથી થયો. આંતરરાષ્ટ્રીય કાચા તેલ બજારમાં ઉતાર-ચઢાવની અસર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Price) પર નથી જોવા મળી રહી.

  • આજે સતત 26માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં કોઈ ભાવવધારો નહીં
  • દેશમાં અત્યારે કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે
  • આંતરરાષ્ટ્રીય કાચા તેલ બજારમાં ઉતાર-ચઢાવની અસર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર નથી જોવા મળી રહી

નવી દિલ્હીઃ દેશભરમાં આજે (ગુરૂવારે) પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં કોઈ વધારો નથી થયો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies) સતત 26મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નથી કર્યો. તો આંતરરાષ્ટ્રીય કાચા તેલ બજારમાં ઉતાર-ચઢાવની અસર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં નથી જોવો મળી.

આ પણ વાંચો- સપ્તાહના ચોથા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળ્યો

આજે બ્રેન્ટ ક્રુડમાં 0.16 ટકાનો વધારો

ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તેલ 9 ટકા ગગડ્યું છે. જ્યારે મંગળવારથી આમાં ફરીથી સુધારો જોવા મળી રહ્યો છે. બુધવારે વેપારમાં આંતરરાષ્ટ્રીય તેલ ધોરણ બ્રેન્ટ ક્રૂડ (International oil standard Brent crude) 0.16 ટકાના વધારા સાથે 70.74 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. જોકે, વાયદા કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે.

આ પણ વાંચો- એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 10 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે, પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 346- 353

ન્યૂ યોર્કમાં કાચા તેલની કિંમત 68.37 ડોલર પ્રતિ બેરલ

મલ્ટિ કોમોડિટી એક્સચેન્જમાં કાચા તેલની ઓગસ્ટ ડિલિવરીવાળા કરારની કિંમત 15 રૂપિયા અથવા 0.29 ટકાના નુકસાન સાથે 5,097 રૂપિયા પ્રતિ બેરલ રહી ગઈ છે, જેમાં 5,769 લોટ માટે વેપાર થયો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ કાચા તેલની કિંમત નુકસાન સાથે 68.37 ડોલર પ્રતિ બેરલ રહી ગઈ છે. તો બ્રેન્ટ ક્રુડની કિંમત 0.20 ટકા ઘટીને 70.77 ડોલર પ્રતિ બેરલ રહી ગઈ છે.

જુઓ પેટ્રોલ-ડીઝલની કિંમત શું છે?

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
દિલ્હી101.8489.87
મુંબઈ107.8397.45
કોલકાતા102.0893.02
ચેન્નઈ102.4994.39
બેંગલુરૂ105.2595.26
ભોપાલ110.2098.67
લખનઉ98.9290.26
પટના104.2595.57
ચંદીગઢ97.9389.50
અમદાવાદ98.6596.81

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.