ETV Bharat / business

Stock Market India: સતત બીજા દિવસે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 57,000 નિફ્ટી 17,000ની નીચે પહોંચ્યો

author img

By

Published : Jan 25, 2022, 9:51 AM IST

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 808.44 પોઈન્ટ (1.41 ટકા) તૂટીને 56,683.07ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 232.10 પોઈન્ટ (1.35 ટકા)ના ઘટાડા સાથે 16,917ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: સતત બીજા દિવસે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 57,000 નિફ્ટી 17,000ની નીચે પહોંચ્યો
Stock Market India: સતત બીજા દિવસે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 57,000 નિફ્ટી 17,000ની નીચે પહોંચ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 808.44 પોઈન્ટ (1.41 ટકા) તૂટીને 56,683.07ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 232.10 પોઈન્ટ (1.35 ટકા)ના ઘટાડા સાથે 16,917ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Union Budget 2022: શું છે FRBM એક્ટ 2003?

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન સ્ટોક માર્કેટમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 108.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 2.03 ટકાના વધારા સાથે 27,027.23ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.17 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 1.61 ટકા તૂટીને 17,690.79ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.57 ટકાના ઘટાડા સાથે 24,268.51ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ કોસ્પીમાં 2.52 ટકા ઘટીને 2,721.73ના સ્તર પર વેપાર ચાલી રહ્યો છે. તો આ તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 1.05 ટકા તૂટીને 3,487.12ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ જકાર્તા કોમ્પોઝિટમાં 0.83 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડાઉ ફ્યૂચર્સમાં નબળાઈના સંકેત જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Invest in Silver ETFs: સોના પછી હવે તમે સિલ્વર ETFમાં પણ કરી શકો છો રોકાણ

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર એક્સિસ બેન્ક (Axis Bank), ભારતી એરટેલ (Bharti Airtel), ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ (Tube Investments), ઝોમેટો (Zomato), એચડીએફસી એએમસી (HDFC AMC), દિપક નિટ્રાઈટ (Deepak Nitrite) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.