ETV Bharat / business

Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 122 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Nov 16, 2021, 10:07 AM IST

Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 122 પોઈન્ટ ગગડ્યો
Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 122 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.33 વાગ્યે સેન્સેક્સ (Sensex) 122.30 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 60,596.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 24.65 પોઈન્ટ (0.14 ટકા)ના ઘટાડા સાથે 18,084.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

  • શેર બજારની (Share Market) નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 122.30 અને નિફ્ટી (Nifty) 24.65 પોઈન્ટ ગગડ્યો
  • સેન્સેક્સ (Sensex) 61,000ની નજીક પહોંચ્યો, નિફ્ટી 18,000ની ઉપર રહેવામાં સફળ

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેની અસર ભારતીય શેર બજાર (Share Market) પર પણ જોવા મળી છે. સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.33 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 122.30 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 60,596.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 24.65 પોઈન્ટ (0.14 ટકા)ના ઘટાડા સાથે 18,084.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે

આજે (મંગળવારે) દિવસભર આઈટીસી (ITC), અશોક લેલેન્ડ (Ashok Leyland), આઈએફસીઆઈ (IFCI), ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ (Indian Energy Exchange), ભારતી એરટેલ (Bharti Airtel) જેવા શેર્સમાં તેજી જોવા મળી શકે છે.

આ પણ વાંચો- પેટ્રોલિયમ પેદાશોથી સરકારને થઈ જોરદાર આવક, UPA સરકારનું દેવું ઉતારવાનો આપ્યો સંદર્ભ!

એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયન માર્કેટમાં (Asian Market) આજે મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 34 પોઈન્ટના ઘટાડા સાથે 18,105ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.63 પોઈન્ટના ઘટાડા સાથે 3,239.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 245.60 પોઈન્ટના ઘટાડા સાથે 25,636.51ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 1.91 પોઈન્ટ તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 10.16 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.