ETV Bharat / business

Share Market Crash In India: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા, શેર માર્કેટમાં વર્ષનો સૌથી મોટો કડાકો

author img

By

Published : Feb 14, 2022, 7:16 PM IST

Share Market Crash In India: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા, શેર માર્કેટમાં વર્ષનો સૌથી મોટો કડાકો
Share Market Crash In India: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા, શેર માર્કેટમાં વર્ષનો સૌથી મોટો કડાકો

સેન્સેક્સ 1,747.08 પોઈન્ટ ઘટીને 56,405.84 પોઈન્ટ પર અને નિફ્ટી 531.95 પોઈન્ટના ઘટાડા સાથે 16,842.80 પોઈન્ટ પર બંધ (Share Market Crash In India) થયો. આ ઘટાડો આ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને યુક્રેન પર વધતા સંકટની અસરને કારણે બજારમાં આ કડાકો જોવા મળ્યો છે.

મુંબઈ: સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે શેરબજાર (Share Market Crash In India) તૂટ્યું. આજે વર્ષનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 1,747.08 પોઈન્ટ ઘટીને 56,405.84 પોઈન્ટ પર અને નિફ્ટી 531.95 પોઈન્ટના ઘટાડા સાથે 16,842.80 પોઈન્ટ પર બંધ થયો હતો. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે, બજારમાં ઘટાડાની શક્યતા પહેલાથી જ હતી. તેમના મતે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો (Rise in crude oil prices), યુક્રેન પર વધી રહેલું સંકટ (ukraine russia conflict) અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિને કારણે બજારમાં મોટો ઘટાડો થયો હતો.

સેન્સેક્સ 1,700 પોઈન્ટથી વધુ તૂટ્યો

રશિયા-યુક્રેનમાં વધતા તણાવ વચ્ચે સોમવારે શેરબજારોમાં તીવ્ર ઘટાડો થયો હતો અને સેન્સેક્સ 1,700 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. બીજી તરફ, નિફ્ટી (Nifty of National Stock Exchange) પણ ભારે ઘટાડા સાથે 17,000 ની સપાટીથી નીચે ગયો હતો. બીએસઈ (Sensex of Bombay Stock Exchange)નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1,747.08 પોઈન્ટ અથવા 3 ટકા ઘટીને 56,405.84 પોઈન્ટ રહ્યો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (national stock exchange of india)નો નિફ્ટી 531.95 પોઈન્ટ અથવા 3.06 ટકા ઘટીને 17,000 પોઈન્ટની નીચે 16,842.80 પર બંધ થયો હતો.

આ પણ વાંચો: Stock Market India: શેર બજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 1,747 નિફ્ટી 531 પોઈન્ટ ગગડ્યો

રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર કરી શકે છે હુમલો

સેન્સેક્સની કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (Tata Consultancy Services)ને છોડીને અન્ય તમામ કંપનીઓના શેર નીચે આવ્યા હતા. ટાટા સ્ટીલ, એચડીએફસી અને એસબીઆઈના શેર 4 ટકાથી વધુ તૂટ્યા હતા. અન્ય એશિયન બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એવા અહેવાલો છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરી શકે છે, જેના કારણે કાચા તેલની કિંમતો ઊંચી સપાટીએ પહોંચી જશે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, એશિયન બજારોમાં નકારાત્મક વલણ વચ્ચે સ્થાનિક બજારો પણ કડાકા સાથે ખુલ્યા હતા.

ભવિષ્યમાં ફુગાવો વધવાની શક્યતા

HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હેડ દીપક જસાણીએ જણાવ્યું હતું કે, શુક્રવારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરે તેવી શક્યતા છે, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવશે. તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત ગ્રાહક સેન્ટિમેન્ટમાં ઘટાડો અને નજીકના ભવિષ્યમાં ફુગાવો વધવાની શક્યતાએ પણ રોકાણકારોને અસર કરી હતી.

આ પણ વાંચો: Stock Market India: પહેલા જ દિવસે શેર બજારમાં મોટું ગાબડું, સેન્સેક્સ 1,231 નિફ્ટી 298 પોઈન્ટ ઘટ્યો

વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શુક્રવારે 108.53 કરોડ રૂપિયાના શેરની ખરીદી

વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો વાયદો (brent crude oil futures price)લગભગ એક ટકા વધીને બેરલ દીઠ $95.44 થયો હતો. સ્ટોક એક્સચેન્જના કામચલાઉ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 108.53 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે પણ બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. ગયા શુક્રવારે માર્કેટમાં લગભગ 1000 પોઈન્ટ્સનો કડાકો જોવા મળ્યો હતો. જો કે પાછળથી બજાર (સેન્સેક્સ) સહેજ રિકવર થયું અને 773.3 પોઈન્ટ ઘટીને 58152.92 પોઈન્ટની સપાટીએ બંધ થયું હતું. સેન્સેક્સની જેમ NSEમાં પણ 231.10 પોઈન્ટનો ઘટાડો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.