ETV Bharat / business

રિલાયન્સની ઑલાઇન કરિયાણાની દુકાન, 'જિયોમાર્ટ' 200 શહેરમાં પહોંચી

author img

By

Published : May 27, 2020, 12:08 AM IST

જિઓમાર્ટ
જિઓમાર્ટ

જિયોમાર્ટે ગયા મહિને આ સેવાની પ્રાથમિક ધોરણે શરૂઆત કરી હતી. આ અંતર્ગત તે મુંબઇની આજુબાજુના ત્રણ વિસ્તારોમાં સેવાઓ આપવામાં આવતી હતી. હવે તે 200 શહેરો સુધી પહોંચી છે.

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયોમાર્ટ બ્રાન્ડ હેઠળ પોતાના કરિયાણાના વ્યવસાયને 200 શહેરોમાં વધાર્યો છે. મુકેશ અંબાણીની કંપની હવે તમામ મોટા મહાનગરો મુંબઇ, દિલ્હી, બેંગ્લુરૂ અને કોલકાતા તેમજ મૈસુરુ અને દેહરાદૂન જેવા નાના શહેરોમાં આ સેવા આપી રહી છે.

જિયોમાર્ટે ગયા મહિને આ સેવાની પ્રાથમિક ધોરણે શરૂઆત કરી હતી. આ અંતર્ગત તે મુંબઇની આજુબાજુના ત્રણ વિસ્તારોમાં સેવાઓ આપવામાં આવતી હતી. ક્રેડિટ સુઇસે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે જિયોમાર્ટ સેવાઓ શરૂ થતાં ગ્રાહકોને બિગબેસ્કેટ અને ગ્રૂોફર્સ જેવી કંપનીઓનો વિકલ્પ મળી ગયો છે.

જિયોમાર્ટની વેબસાઇટ પર ગ્રાહકો તમામ કરિયાણાની ચીજો, ફળો અને શાકભાજી, ડેરી અને બેકરી ઉત્પાદનો, નાસ્તા અને પીણાંનો ઓર્ડર આપી શકે છે. રિલાયન્સના ખાનગી લેબલ પણ ઉપલબ્ધ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.