ETV Bharat / business

અર્થવ્યવસ્થાને કોરોનાની અસરોથી બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે: દાસ

author img

By

Published : Apr 13, 2020, 5:23 PM IST

RBI
RBI

નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક દરમિયાન દાસે કહ્યું હતું કે, મેક્રો-અર્થવ્યવસ્થા પર તેની મોટી અસર પડે તે પહેલાં, તેનો ફેલાવો અટકાવવાની જરૂર છે. આ સંજોગોમાં, વિવિધ ક્ષેત્રોમાં નાણાનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવો ફરજિયાત છે. કારણ કે, તે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે.

મુંબઇ: રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસનું માનવું છે કે, સ્થાનિક અર્થતંત્રને કોરોના વાઇરસના અસરોથી બચાવવા તમામ પ્રયત્નો જરૂરી છે.

નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક દરમિયાન દાસે કહ્યું હતું કે મેક્રો-અર્થવ્યવસ્થા પર તેની મોટી અસર પડે તે પહેલાં, તેનો ફેલાવો અટકાવવાની જરૂર છે. આ સંજોગોમાં, વિવિધ ક્ષેત્રોમાં નાણાનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવો ફરજિયાત છે, કારણ કે તે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે.

તેમણે કહ્યું કે, આપણે અસાધારણ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને દેશ સામે જે પરિસ્થિતિ છે અભૂતપૂર્વ છે. તેથી, સ્થાનિક અર્થતંત્રને રોગચાળાના પ્રભાવોથી બચાવવા માટે તમામ પ્રયત્નો કરવા જરૂરી છે.

દાસે કહ્યું કે રિઝર્વ બેન્ક કોરોના વાઇરસની અસર ઘટાડવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે કોઈ પરંપરાગત અને બિનપરંપરાગત પગલા લેવામાં અચકાશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.