ETV Bharat / business

RBIની દિવાળી ભેટ, વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો

author img

By

Published : Oct 4, 2019, 12:24 PM IST

મુંબઈ: RBI (રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા) એ વ્યાજ દર (રેપો રેટ કટ) માં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. MPCની બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 5.15 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RBI

આ નિર્ણય પછી, સામાન્ય લોકોને બેન્કમાંથી લોન લેવી સસ્તી થઈ જશે. આ ઉપરાંત EMI ઘટવાની પણ આશા છે. નિષ્ણાંતો પ્રમાણે મોંઘવારીનો દર આરબીઆઈના નિર્ણય પર આધારિત છે. આ પહેલા આરબીઆઈએ ઓગસ્ટમાં વ્યાજ દરમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો.

RBIએ સતત ચાર વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટમાં આ વર્ષે ચાર વખત ઘટાડો કર્યો છે અને કુલ 1.10 ટકાનો ઘટાડો આત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે.

  • રેપો રેટ: 0.25 ટકા ઘટાડીને 5.15 ટકા કરાયો
  • રિવર્સ રેપો રેટ: 0.25 ટકા ઘટાડીને 4.9 ટકા કરાયો
  • CRR: 4 ટકા પર સ્થિર
Intro:Body:

Business


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.