ETV Bharat / business

RBIનો મહત્વપૂર્ણ નિર્ણય: વ્યાજ દરો યથાવત, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ 'જૈસે થે'

author img

By

Published : Apr 7, 2021, 12:41 PM IST

Updated : Apr 7, 2021, 3:17 PM IST

શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોરોના ફેલાવા છતાં અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે. જો કે, હાલનાં દિવસોમાં કેસોમાં વધારો થયો છે. ત્યારે, થોડી અનિશ્ચિતતા જોવા મળી છે. પરંતુ, ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે.

RBIની મહત્વપૂર્ણ જાહેરાત: વ્યાજ દરોમાં નહીં ફેરફાર, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ 'જૈસે થે'
RBIની મહત્વપૂર્ણ જાહેરાત: વ્યાજ દરોમાં નહીં ફેરફાર, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ 'જૈસે થે'

  • નાણાકીય નીતિ સમિતિની 3 દિવસીય બેઠક બુધવારે સમાપ્ત થઈ
  • રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી
  • કોરોના ફેલાવા છતાં અર્થવ્યવસ્થામાં સુધારો: શક્તિકાંત દાસ

મુંબઈ: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPS)ની 3 દિવસીય બેઠક આજે બુધવારે સમાપ્ત થઈ હતી. બેઠક બાદ નિર્ણય લેતા રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આને કારણે, લોનની EMI પર હવે વધુ રાહત નહીં મળી શકે. રિઝર્વ બેન્ક રેપો રેટને 4 ટકા પર જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો: સરકારી બેન્કના ખાનગીકરણ અંગે સરકાર સાથે વાટાઘાટો ચાલુ છે: શક્તિકાંત દાસ

3 દિવસીય બેઠક 5 એપ્રિલે શરૂ થઈ હતી

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રહેશે. આ બેઠકના પરિણામો આજે બુધવારે સવારે 10 વાગ્યે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જાહેર કરાયા હતા. નોંધપાત્ર વાત એ છે કે, MPSની 3 દિવસીય બેઠક 5 એપ્રિલથી શરૂ થઈ હતી.

આ પણ વાંચો: પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ઘટાડા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંયુક્ત પ્રયત્નો જરૂરી: દાસ

ભારત પડકારોનો સામનો કરવા તૈયાર

શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોરોના ફેલાવા છતાં અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે. જો કે, તાજેતરના દિવસોમાં કેસોમાં વધારો થયો છે. ત્યારે, થોડી અનિશ્ચિતતા પણ જોવા મળી છે. પરંતુ, હાલ, ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે.

2021-22માં GDPમાં 10.5 ટકાના વધારાનું અનુમાન

નાણાંકિય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા બજેટમાં ગવર્નર શક્તિકાંત દાસ કહ્યું કે, 'આ બજેટમાં સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે' રિઝર્વ બેન્કે આગામી નાણાંકીય વર્ષે 2021-22માં GDPમાં 10.5 ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં તે 11 ટકા થવાનું અનુમાન લગાવ્યું છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટસત્રમાં કરી હતી આ વિશે ચર્ચા

નોંધનીય છે કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે જાહેર ક્ષેત્રની બે બેન્ક અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એક પ્રશ્નના જવાબમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, આર્થિક પુનરુત્થાન અવિરત ચાલુ રાખવું જોઈએ, નાણાકીય વર્ષ 2021-22 માટે RBIનો 10.5 ટકાનો વૃદ્ધિ અનુમાનોને ઘટાડવાની જરૂર નથી.

કોવિડ -19 સંક્રમણના વધતા જતા કેસો ચિંતાનો વિષય

ક્રિપ્ટો કરન્સી અંગે શક્તિકાંત દાસે જણાવ્યું કે, કેન્દ્રીય બેન્ક આ સંદર્ભમાં નાણાકીય સ્થિરતા અંગેની ચિંતાઓનું મૂલ્યાંકન કરી રહી છે. અમે સરકારને ક્રિપ્ટો કરન્સી વિશેની અમારી ચિંતાઓથી વાકેફ કર્યા છે, તે ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે, સરકાર આ અંગે નિર્ણય લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં કોવિડ -19 સંક્રમણના વધતા જતા કેસો ચિંતાનો વિષય છે, પરંતુ આ વખતે તેની સાથે કાર્યવાહી કરવા અમારી પાસે વધારાની સુવિધાઓ છે.

Last Updated :Apr 7, 2021, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.