ETV Bharat / business

પરાઠા છે રોટીથી અલગ, 18 ટકા જીએસટી સ્લેબમાં સમાવેશ

author img

By

Published : Jun 12, 2020, 4:04 PM IST

three
three

અરજદાર આઈડી ફ્રેશ ફૂડ દ્વારા અરજી કરવામાં આવી હતી કે શું પરાઠા અને માલાબાર પરાઠા 5 ટકા જીએસટીની હેઠળ આવે છે. ઑથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સ (કર્ણાટક બેંચ) એ રોટી અને પરાઠા વચ્ચેનો તફાવત સમજાવ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પરાઠાઓ 18 ટકા જીએસટી લાગશે.

બેંગલુરુ: ઑથોરિટી ઑફ એડવાન્સ રુલિંગ (એએઆર-AAR) કર્ણાટકએ કહ્યું કે 'પરાઠા' ને અધ્યાય 2106 ના હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તે ખાખરા, સાદી ચપાતી કે રોટલી નથી. તેથી, પાંચ ટકાને બદલે, તે 18 ટકા જીએસટી હેઠળ આવશે.

અરજદાર આઈડી ફ્રેશ ફૂડ દ્વારા અરજી કરવામાં આવી હતી કે પરાઠા અને માલાબાર પરાઠા 5 ટકા જીએસટીની હેઠળ આવે છે. જેનાપર ઑથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સ (કર્ણાટક બેંચ) એ રોટી અને પરાઠા વચ્ચેનો તફાવત સમજાવ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પરાઠાઓ 18 ટકા જીએસટી લાગશે.

AARએ તેના આદેશમાં કહ્યું કે રોટી સંપૂર્ણપણે પાકેલી ઉત્પાદન છે. તે તૈયાર ભોજનની અંદર આવે છે. તેથી, આ અધ્યાય 1905 ની શીર્ષક હેઠળ આવે છે અને તે ફક્ત પાંચ ટકા જીએસટીમાં આવશે. બીજી બાજુ, પરાઠાને ગરમ કરવાની જરૂર છે અને તે રેડી ટુ ઇટ નથી. તેથી તે 2106ના અધ્યાયમાં મૂકવામાં આવ્યું છે અને તે 18 ટકા જીએસટીમાં આવે છે.

અરજદાર આઈડી ફ્રેશ ફૂડ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ એક કંપની છે જે રેડી ટુ કૂક અને ફ્રેશ ફુડ બનાવે છે, ઇડલી, ઢોસા બેટર, પરાઠા, રોટલી, દહીં, પનીર, ઘઉંના પરાઠા અને માલાબાર પરાઠા સહિતના ફ્રેશ ફૂડ બનાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.