ETV Bharat / business

ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો NCD ઈસ્યૂ 20 સપ્ટેમ્બરે બંધ થશે

author img

By

Published : Sep 10, 2021, 8:07 PM IST

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયમન થતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ સીક્યોર્ડ અને/અથવા અનસીક્યોર્ડ, રીડિમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો પબ્લિક ઇશ્યૂ જાહેર કર્યો છે, જે દરેકની ફેસ વેલ્યુ RS. 1,000 છે. ટ્રેન્ચ 1 ઇશ્યૂ 06 સપ્ટેમ્બર, 2021ના રોજ ખુલી ગયો છે અને 20 સપ્ટેમ્બર, 2021ના રોજ બંધ થશે

ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો NCD ઈસ્યૂ 20 સપ્ટેમ્બરે બંધ થશે
ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો NCD ઈસ્યૂ 20 સપ્ટેમ્બરે બંધ થશે

  • પ્રાઇવેટ લિમિટેડ છે. કૂપન રેટ વર્ષે 9.75 ટકા સુધીની રેન્જ
  • મુદ્દલ અને વ્યાજ પર 1.25 ગણું સુરક્ષાકવચ
  • ટ્રેન્ચ 1 ઇશ્યૂ 20 સપ્ટેમ્બર, 2021ના રોજ બંધ થશે

અમદાવાદ: ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો ટ્રેન્ચ 1 ઇશ્યૂની બેઝ ઇશ્યૂ સાઇઝ રૂપિયા 200 કરોડ છે, જેમાં ગ્રીન શૂ ઓપ્શન રૂ. 800 કરોડનો છે, જેથી કુલ સાઇઝ રૂ. 1,000 કરોડ થાય છે. ટ્રેન્ચ 1 ઇશ્યૂ વાર્ષિક 8.05 ટકાથી 9.75 ટકાના કૂપન રેટની રેન્જ સાથે સબસ્ક્રિપ્શન માટે વિવિધ વિકલ્પો ઓફર કરશે. એનસીડીની આ 10 સીરિઝ ફિક્સ્ડ કૂપન ધરાવે છે અને વાર્ષિક, માસિક અને સંચિત વિકલ્પ સાથે 24 મહિના, 36 મહિના, 60 મહિના અને 87 મહિનાની મુદ્દત ધરાવે છે.

એનસીડીનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે
આ એનસીડી BSE અને NSE પર લિસ્ટેડ થશે, જેમાં બીએસઈ ઇશ્યૂ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. એનસીડીને ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ દ્વારા ક્રિસિલ AA/સ્ટેબ્લ અને બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા BWR AA+/નેગેટિવ રેટિંગ મળ્યું છે.

રીટેઈલ રોકાણકારોને 0.25 ટકાનું ઈન્સેન્ટિવ ઓફર
સૂચિત ઇશ્યૂમાં કેટેગરી 3 (HNI) અને કેટેગરી 4 (Retail) રોકાણકારો માટે વધારે મહત્તમ 0.25 ટકાનું ઇન્સેન્ટિવ ઓફર થશે, જેઓ કંપની અને/અથવા એની પેટાકંપનીઓ, જે લાગુ પડે એ, NCD(s)/બોન્ડ(બોન્ડ્સ) ધારકો પણ છે, અને/અથવા ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના ઇક્વિટી શેરધારકો છે. ઇશ્યૂના લીડ મેનેજર્સ એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, આઈઆઈએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રમોટર્સ છે.

રેટિંગ એજન્સીઓએ ‘AA’ રેટિંગ આપ્યું છે
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના એમડી ગગન બન્ગાએ જણાવ્યું હતું કે આ ટ્રેન્ચ 1 ઇશ્યૂ દ્વારા ઊભા થયેલા ફંડના ઓછામાં ઓછા 75 ટકા હિસ્સાનો ઉપયોગ આગળ જતાં ધિરાણ, ફાઇનાન્સિંગ તથા કંપનીના હાલ ઋણની મુદ્દત અને વ્યાજની પુનઃચુકવણી માટે થશે તથા બાકીના ભંડોળનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે થશે, જે ટ્રેન્ચ 1 ઇશ્યૂમાં ઊભા થયેલા ફંડના મહત્તમ 25 ટકાના વપરાશને આધિન છે. અનસીક્યોર્ડ એનસીડી સબઓર્ડિનેટેડ ડેટ છે અને ટિઅર 2 મૂડી માટે લાયક હશે. આઈબીએચએફએલને ક્રિસિલ, આઈસીઆરએ અને કેર રેટિંગ્સ સહિત અગ્રણી રેટિંગ એજન્સીઓ દ્વારા ‘AA’ રેટિંગ મળ્યું છે તથા બ્રિકવર્ક રેટિંગ્સ દ્વારા ‘AA+’ રેટિંગ મળ્યું છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.