ETV Bharat / business

Gold ખરીદવું હોય તો અત્યારે સૌથી સારો સમય, જુઓ ક્યાં શું ભાવ છે?

author img

By

Published : Sep 8, 2021, 2:16 PM IST

Gold ખરીદવું હોય તો અત્યારે સૌથી સારો સમય, જુઓ ક્યાં શું ભાવ છે?
Gold ખરીદવું હોય તો અત્યારે સૌથી સારો સમય, જુઓ ક્યાં શું ભાવ છે?

આંતરરાષ્ટ્રીય બજારની અસર ઘરેલું બજાર પર પણ પડી રહી છે. ત્યારે સોનું રેકોર્ડ હાઈથી હજી પણ લગભગ 8,000 રૂપિયા સસ્તું ચાલી રહ્યું છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેર અને તહેવારની સિઝન આવવાથી આના ભાવ વધી જશે.

  • આંતરરાષ્ટ્રીય બજારની અસર ઘરેલું બજાર પર પણ પડી રહી છે
  • સોનું રેકોર્ડ હાઈથી હજી પણ લગભગ 8,000 રૂપિયા સસ્તું ચાલી રહ્યું છે
  • કોરોનાની ત્રીજી લહેર અને તહેવારની સિઝન આવવાથી આના ભાવ વધશે

ન્યૂઝ ડેસ્કઃ છેલ્લા કેટલાક દિવસમાં ઘટાડા પછી સોનું આજે (બુધવારે) ફરીથી વધારા સાથે જોવા મળી રહ્યું છે, પરંતુ સોનું અત્યારે ખરીદવું તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. ગોલ્ડ આજે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 0.17 ટકાના વધારા સાથે ચાલી રહ્યું હતું અને મેટલ 47,017ની નજીક હતું. જ્યારે સિલ્વર ફ્યૂચરમાં 29 પૈસાનો સામાન્ય વધારો નોંધાયો હતો અને આ 64,650 રૂપિયા પ્રતિકિલોના સ્તર પર હતું. આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં ગોલ્ડ સ્થિત જોવા મળી રહ્યું છે, પરંતુ રોકાણકારો વચ્ચે ચિંતા વધી રહી છે. 26 ઓગસ્ટ પછી પહેલી વખત યુએસ ગોલ્ડ 1,800 ડોલર પ્રતિઔંસથી નીચે ગયું છે.

આ પણ વાંચો- આજે સતત ત્રીજા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

સવારે MCX પર સોનામાં 0.12 ટકાનો વધારો થયો

આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર, સવારે 10.45 પર MCX પર ગોલ્ડમાં 0.12 ટકાનો વધારો થઈ રહ્યો હતો અને ધાતુ 1,797.85 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. જ્યારે ચાંદી 0.01 ટકાના ઘટાડા પર હતી અને 24.32 ડોલર પ્રતિ ઓંસના સ્તર પર વેપાર કરી રહી હતી.

આ પણ વાંચો- આજે ત્રીજા દિવસે Share Marketની ફ્લેટ શરૂઆત, નિફ્ટી 18 પોઈન્ટ તૂટ્યો

IBJAના રેટ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લા અફડેટ સાથે આજે સોનાની કિંમત નીચે પ્રમાણે છે. (આ કિંમત GST વગર છે.)

999 (પ્યોરિટી)- 47,399

995- 47,209

916- 43,417

750- 35,549

585- 27,728

સિલ્વર 999- 64,135

22 કેરેટ અને 24 કેરેટ સોનાની આજની કિંમત

આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,740, 8 ગ્રામ પર 37,920, 10 ગ્રામ પર 47,400 અને 100 ગ્રામ પર 4,74,000 રૂપિયા ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો, 22 કેરેટ સોનું 46,400 રૂપિયા પર વેંચાઈ રહ્યું છે.

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમત

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 46,540 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 50,780 રૂપિયા ચાલી રહી છે. તો મુંબઈમાં 22 કેરેટ સોનું 46,400 અને 24 કેરેટ સોનું 47,400 રૂપિયા પર વેંચાઈ રહ્યું છે. જ્યારે કોલકાતામાં 22 કેરેટ સોનું 46,840 અને 24 કેરેટ સોનું 49,540 રૂપિયા છે. તો ચેન્નઈમાં 22 કેરેટ સોનું 44,730 અને 24 કેરેટ સોનું 48,800 રૂપિયા પર છે. આ કિંમત પ્રતિ 10 ગ્રામ સોના પર છે.

ચાંદીની કિંમત જાણો

ચાંદીની વાત કરીએ તો, પ્રતિ કિલો ચાંદીની કિંમત 64,800 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીમાં ચાંદી 64,800 રૂપિયા પ્રતિ કિલો વેંચાઈ રહી છે. તો મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીની કિંમત આ જ છે. ચેન્નઈમાં ચાંદીની કિંમત 69,100 રૂપિયા પ્રતિ કિલો છે.

અત્યારે સોનું ખરીદવું કેમ જરૂરી?

સોનું રેકોર્ડ હાઈથી હજી પણ 8,000 રૂપિયા સસ્તું ચાલી રહ્યું છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેર અને તહેવારની સિઝનમાં સોનાના ભાવ વધી જશે. સોનાએ ગયા સત્રમાં પણ સ્થાનિક બજારમાં ઘટાડો જોયો હતો. રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનું 37 રૂપિયા ઘટીને 46,417 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. જ્યારે તેના છેલ્લા કારોબારી સત્રમાં સોનું 46,454 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 332 રૂપિયાના ઘટાડા સાથે 63,612 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર રહી ગઈ હતી. ચાંદી છેલ્લા વેપારી સત્રમાં 63,944 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.