ETV Bharat / business

Gold-Silverમાં આજે સામાન્ય ઉછાળો થયો, ક્યાં શું કિંમત છે? જુઓ

author img

By

Published : Aug 27, 2021, 4:11 PM IST

Gold-Silverમાં આજે સામાન્ય ઉછાળો થયો, ક્યાં શું કિંમત છે? જુઓ
Gold-Silverમાં આજે સામાન્ય ઉછાળો થયો, ક્યાં શું કિંમત છે? જુઓ

યુએસ ફેડરલ રિઝર્વ બેન્કના (US Federal Reserve Bank) ચેરમેન જેરોમ પોવેલની આજની સ્પીચ પહેલા બુલિયન માર્કેટમાં રોકાણકારો સતર્ક જોવા મળ્યા હતા અને બજારમાં સ્થિરતા જોવા મળી હતી. ત્યારે ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 0.39 ટકાનો ઉછાળો આવ્યો હતો. સોના અને ચાંદીની કિંમતમાં ખૂબ જ સામાન્ય ઉછાળો આવ્યો છે.

  • સોના અને ચાંદીની કિંમતમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો
  • બુલિયન માર્કેટમાં આજે રોકાણકારો સતર્ક જોવા મળ્યા
  • ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 0.39 ટકાનો ઉછાળો આવ્યો

નવી દિલ્હીઃ અત્યારે બજારમાં સ્થિરતા જોવા મળી છે. આજે માર્કેટ ખૂલ્યા પછી મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 0.39 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો હતો અને મેટલ 47,419 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર હતું. આ સપ્ટેમ્બર સિલ્વર ફ્યૂચરમાં પણ 0.32 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદી 62,926 રૂપિયા પ્રતિ કિલો પર હતી. આપને જણાવી દઈએ કે, છેલ્લા સત્રમાં બુધવારે મજબૂત ડોલર અને વૈશ્વિક બજારથી મજબૂત સંકેત ન મળવા પર ગોલ્ડ પ્રાઈસમાં 98 રૂપિયાનું નુકસાન થયું હતું અને ગોલ્ડ 47,350 રૂપિયા પર બંધ થયો હતો.

આ પણ વાંચો- આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નથી થયો, જાણો ક્યાં શું કિંમત છે?

MCX પર ગોલ્ડમાં 0.34 ટકાનો વધારો નોંધાઈ રહ્યો

એક વેબસાઈટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર સવાર 11.50 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.34 ટકાનો વધારો નોંધાઈ રહ્યો હતો. તો ધાતુ 1,799.75 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. તો ચાંદી પણ 0.16 ટકાના વધારા સાથે 23.62 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહી હતી.

આ પણ વાંચો- સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 95 પોઈન્ટનો ઉછાળો

IBJAના દર

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લા અપડેટની સાથે આજે સોનાની કિંમત આ પ્રમાણે છે. (આ કિંમત પ્રતિગ્રામ GST વગર છે.0

999 (પ્યોરિટી)- 47,350

995- 47,160

916- 43,373

750- 35,513

585- 27,700
સિલ્વર 999- 63,230

22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત

આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,722, 8 ગ્રામ પર 37,776, 10 ગ્રામ પર 47,220 અને 100 ગ્રામ પર 4,72,200 રૂપિયા ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામે જોઈએ તો, 22 કેરેટ સોનુંં 46,220 પર વેંચાઈ રહ્યું છે.

જાણો, પ્રમુખ શહેરોમાં સોનાની કિંમત

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમતની વાત કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 46,350 અને 24 કેરેટ સોનાની કિંમત 50,650 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 46,220 અને 24 કેરેટ સોનું 47,220 રૂપિયા પર ચાલી રહ્યું છે. તો કોલકાતામાં 22 કેરેટ સોનું 46,600 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનું 49,300 રૂપિયા છે. આ ઉપરાંત ચેન્નઈમાં 22 કેરેટ સોનું 44,560 અને 24 કેરેટ 48,610 રૂપિયા પર છે. આ તમામ કિંમત પ્રતિ 10 ગ્રામ પર છે.

ચાંદીની કિંમત શું છે? જુઓ
ચાંદીની વાત કરીએ તો, એક વેબસાઈટ અનુસાર, પ્રતિ કિલો ચાંદીની કિંમત 63,000 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીમાં ચાંદી 63,000 રૂપિયા પ્રતિ કિલો વેંચાઈ રહી છે. તો મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીની કિંમત આ જ છે. ચેન્નઈમાં ચાંદીની કિંમત 67,900 રૂપિયા પ્રતિ કિલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.