ETV Bharat / business

આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નથી થયો, જાણો ક્યાં શું કિંમત છે?

author img

By

Published : Aug 27, 2021, 10:44 AM IST

આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નથી થયો, જાણો ક્યાં શું કિંમત છે?
આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નથી થયો, જાણો ક્યાં શું કિંમત છે?

દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 100ને પાર પહોંચી છે. ત્યારે આજે (શુક્રવારે) પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) કોઈ વધારો નથી થયો. મંગળવારે પેટ્રોલ-ડીઝલ 15-15 પૈસા પ્રતિલિટર સસ્તા થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી કાચા તેલમાં તેજી જોવા મળી હતી, પરંતુ ગુરૂવારે ક્રુડની કિંમતમાં કોઈ ઘટાડો નથી થયો.

  • દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 100ને પાર પહોંચી છે
  • આજે (શુક્રવારે) પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) કોઈ વધારો નથી થયો
  • મંગળવારે પેટ્રોલ-ડીઝલ 15-15 પૈસા પ્રતિલિટર સસ્તા થયા હતા

નવી દિલ્હીઃ દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે. આજે (શુક્રવારે) ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) ફ્લૂઅલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા પણ મંગળવારે પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં 15-15 પૈસા પ્રતિલિટર ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ 71 ડોલર પ્રતિબેરલ થઈ ગયો હતો, પરંતુ ગુરૂવારે ક્રુડની કિંમતમાં ઘટાડો થયો છે. ગઈકાલના વેપાર પૂર્ણ થયા પછી બ્રેન્ટ ક્રુડ 0.60 ટકાના ઘટાડા સાથે 70.85 ડોલર પ્રતિબેરલ પર બંધ થયો હતો.

આ પણ વાંચો- સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 95 પોઈન્ટનો ઉછાળો

MCXમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો

ઘરેલુ બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કમજોર હાજર માગના કારણે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX)માં કાચા તેલના સપ્ટેમ્બર મહિનામાં ડિલિવરીવાળા કરારની કિંમત 36 રૂપિયા અથવા 0.71 ટકાના ઘટાડા સાથે 5,021 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ છે. વૈશ્વિક સ્તર પર ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ કાચા તેલની કિંમત 1.16 ટકાના ઘટાડા સાથે 67.57 ડોલર પ્રતિ બેરલ પર રહ્યો હતો.

આ પણ વાંચો- મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી

જાણો, કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની શું કિંમત છે?

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત98.1995.67
દિલ્હી101.4988.92
મુંબઈ107.5296.48
કોલકાતા101.8291.98
ચેન્નઈ99.2093.52
બેંગલુરૂ104.9894.34
ભોપાલ109.9197.72
લખનઉ98.5689.29
પટના103.9994.75
ચંદીગઢ97.6686.62

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓRલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.