ETV Bharat / business

તહેવાર અને લગ્નની સિઝન પહેલાં Gold-Silverની કિંમત ઘટતા ખરીદીની ઉત્તમ તક, જાણો શું કિંમત છે?

author img

By

Published : Sep 17, 2021, 12:42 PM IST

તહેવાર અને લગ્નની સિઝન પહેલાં Gold-Silverની કિંમત ઘટતા ખરીદીની ઉત્તમ તક, જાણો શું કિંમત છે?
તહેવાર અને લગ્નની સિઝન પહેલાં Gold-Silverની કિંમત ઘટતા ખરીદીની ઉત્તમ તક, જાણો શું કિંમત છે?

દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 491 રૂપિયાના ઘટાડા સાથે 45,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું છે. જ્યારે છેલ્લા વેપારી સત્રમાં સોનું 46,226 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

  • દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 491 રૂપિયાના ઘટાડા સાથે 45,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું
  • તહેવાર અને લગ્નની સિઝન પહેલાં Gold-Silverની કિંમત ઘટતા ખરીદીની ઉત્તમ તક
  • ચાંદીનો ભાવ 700 રૂપિયાથી વધુ ગગડ્યો છે, ચાંદી 721 રૂપિયા તૂટીને 61,541 રૂપિયા પ્રતિકિલો પર રહી

આ પણ વાંચો- આજે સતત 12મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં બહુમુલ્ય ધાતુઓની કિંમતોમાં ઘટાડો અને રૂપિયામાં સુધારા વચ્ચે સ્થાનિક બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતમાં નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે. HDFC સિક્યોરિટીઝના મતે, સોનું 491 રૂપિયાના ઘટાડા સાથે 45,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું છે. જ્યારે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 700 રૂપિયાથી વધુ ગગડ્યો છે. ચાંદી 721 રૂપિયા તૂટીને 61,541 રૂપિયા પ્રતિકિલો પર રહી છે. જ્યારે તહેવાર અને લગ્નની સીઝન પહેલા કિંમતી ધાતુઓની કિંમતમાં ઘટાડો આવતા સામાન્ય લોકો ખરીદી કરી શકશે.

આ પણ વાંચો- આજે સપ્તાહના છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,700ને પાર

IBJAના ભાવ

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના (IBJA) મતે, ગુરુવારે 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું ઘટીને 46,657 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે શરૂઆતી વેપારમાં આ 46,839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું હતું. તો 99.5 ટકાની શુદ્ધતાવાળા સોનાની કિંમત (શરૂઆતી ભાવ) 46,651થી ગગડીને 46,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી. આ રીતે ચાંદી 62,258 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી, જે શરૂઆતી વેપારમાં 62,532 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી. તો બહુમુલ્ય ધાતુઓની આ કિંમતોમાં GST સામેલ નથી. તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટાડા સાથે 1,786 ડોલર પ્રતિ ઔંસ રહ્યું હતું. જ્યારે ચાંદી 23.60 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ યથાવત્ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.