આજે સતત 12મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

author img

By

Published : Sep 17, 2021, 11:59 AM IST

આજે સતત 12મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોને GST હેઠળ લાવવાની ચર્ચા વચ્ચે આજે (17 સપ્ટેમ્બરે) સતતા 12મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નથી થયો. તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ 88.62 રૂપિયા પ્રતિલિટરે વેંચાઈ રહ્યું છે.

  • આજે સતત 12મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર
  • આજે જીએસટીની બેઠકમાં પેટ્રોલ-ડીઝલની GST અંતર્ગત સમાવાય તેવી શક્યતા
  • દિલ્હીમાં પેટ્રોલ 101.19 તો ડીઝલ 88.62 રૂપિયા પ્રતિલિટરે પહોંચ્યું

નવી દિલ્હીઃ આજે (17 સપ્ટેમ્બરે) સતત 12મા દિવસે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી ઈંધણની કિંમતોમાં 2 વખત (1 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે) 15-15 પૈસાનો ઘટાડો થઈ ચૂક્યો છે. આી રીતે આ જ મહિનામાં ઈંધણ 30 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું છે. જોકે, આટલા ઘટાડા પછી પણ તેલની કિંમત ઉંચા સ્તર પર જ યથાવત્ છે.

આ પણ વાંચો- પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

મુખ્ય મહાનગરોમાં શું કિંમત છે?

મુખ્ય ચાર મહાનગરો જેવા કે, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાંથી મુંબઈમાં તેલ સૌથી મોંઘું છે. મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ડીઝલ 96.19 રૂપિયા પ્રતિલિટર છે. તો કોલકાતામાં એક લિટર પેટ્રોલ 101.62 રૂપિયા છે. જ્યારે ડીઝલ 91.71 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે. તો આ પ્રકારે ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલ ક્રમશઃ 98.96 રૂપિયા અને 93.26 રૂપિયા પ્રતિલિટર પર છે. જ્યારે ચેન્નઈને છોડીને બાકી ત્રણ જગ્યાએ પેટ્રોલ 100ને પાર છે.

આ પણ વાંચો- આજે સપ્તાહના છેલ્લા દિવસે તેજી સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,700ને પાર

વાયદા બજારમાં કાચા તેલની કિંમત ઘટી

મલ્ટિ કોમોડિટી એક્સચેન્જમાં કાચા તેલની સપ્ટેમ્બર ડિલિવરીવાળા કરારની કિંમત 5 રૂપિયા (0.09 ટકા)ના ઘટાડા સાથે 5,330 રૂપિયા પ્રતિ બેરલ રહી ગઈ છે, જેમાંથી 3,997 લોટ માટે વેપાર થયો હતો. જોકે, નબળી માગની વચ્ચે વેપારીઓ દ્વારા પોતાના સોદા કાપીને વધુ વેપારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. તો વૈશ્વિક સ્તર પર ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ કાચા તેલની કિંમત 0.25 ટકાના ઘટાડા સાથે 72.43 ડોલર પ્રતિ બેરલ રહી ગઈ હતી. જ્યારે બ્રેન્ટ ક્રુડની કિંમત 0.20 ટકા ઘટીને 75.31 ડોલર પ્રતિ બેરલ થઈ છે.

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.