ETV Bharat / business

અમૂલની જાહેરાત વિરુદ્ધની અરજી ફગાવતું ASCI, કહ્યું સોયા મિલ્ક એ દૂધ નથી

author img

By

Published : May 26, 2021, 2:26 PM IST

એક નિવેદન બહાર પાડતાં અમૂલે જણાવ્યું હતું કે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI) એ અમૂલની એક જાહેરાત સામે દાખલ થયેલી 3 અરજીઓને ફગાવી દીધી છે. જેમાં જણાવાયું છે કે સોયા પીણા જેવા પ્લાન્ટ આધારિત ઉત્પાદનો દૂધ નથી.

અમૂલની જાહેરાત વિરુદ્ધની અરજી ફગાવતું ASCI, કહ્યું સોયા મિલ્ક એ દૂધ નથી
અમૂલની જાહેરાત વિરુદ્ધની અરજી ફગાવતું ASCI, કહ્યું સોયા મિલ્ક એ દૂધ નથી

  • અમૂલે બહાર પાડ્યું નિવેદન
  • સોયા મિલ્ક એ મિલ્ક ન હોવાને લઇને ચાલી હતી દલીલ
  • ASCI દ્વારા અમૂલની રજૂઆતોને માન્ય રાખી ફરિયાદો ફગાવાઈ

નવી દિલ્હીઃ અગ્રણી ડેરી કંપની અમૂલે Amul મંગળવારે કહ્યું હતું કે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI) એ કંપનીની એક જાહેરાત સામે દાખલ કરેલી ત્રણ અરજીઓને ફગાવી દીધી છે જેમાં જણાવાયું છે કે સોયા પીણા જેવા પ્લાન્ટ આધારિત ઉત્પાદનો દૂધ નથી. અમૂલ બ્રાન્ડ અંતર્ગત ઉત્પાદનોનું વેચાણ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બ્યૂટી વિથ ક્રુએલ્ટી (BWC), પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) અને શરણ ઈન્ડિયા દ્વારા આ ત્રણ ફરિયાદો કરવામાં આવી હતી.

3 સંસ્થાઓએ કરી હતી ફરિયાદ

24 માર્ચે જાહેર હિતમાં જાહેર કરાયેલી જાહેરખબર વિરુદ્ધ ASCI સમક્ષ આ 3 ફરિયાદો કરવામાં આવી હતી. જાહેરખબરમાં અમૂલે જણાવ્યું હતું કે તેણે દૂધ અંગેના દાવા પાછળની ખોટો દોવો છતો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે "પ્લાન્ટ આધારિત ડેરી ઉત્પાદનો જેમ કે સોયા પીણા એ દૂધ નથી." જીસીએમએમએફે જણાવ્યું છે કે, "એએસસીઆઇએ બ્યૂટી વિથ ક્રુએલ્ટી (બીડબ્લ્યુસી), પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) અને શરણ ઈન્ડિયા દ્વારા દાખલ કરાયેલી ત્રણેય ફરિયાદોને ફગાવી દીધી હતી અને જાહેરાતની દલીલોની સત્યતાને સમર્થન આપ્યું હતું." અમૂલે કહ્યું હતું કે ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે જાહેરાતમાં આપવામાં આવેલી માહિતી ખોટી છે.

દૂધ સંપૂર્ણ ખોરાક હોવાના વિરોધમાં થઈ હતી દલીલો

ફરિયાદીઓએ એવો દાવો કર્યો હતો કે દૂધ એ સંપૂર્ણ ખોરાક નથી, આરોગ્ય માટે હાનિકારક છે અને છોડ આધારિત ખોરાક કરતાં ઓછા પોષક છે; ડેરી ફાર્મ પશુઓ માટે સારી નથી, જે ક્રૂરતાનો ભોગ બને છે. ડેરીના દૂધની તુલનામાં પ્લાન્ટ આધારિત પીણા વધુ ટકાઉ ખોરાક પ્રણાલી છે. આ ફરિયાદોના જવાબમાં અમૂલે જણાવ્યું હતું કે તેઓએે એએસસીઆઈ સમક્ષ જવાબ દાખલ કર્યા હતાં અને તેમાં વૈજ્ઞાનિક તારણો સાથે જાહેરાતમાં જણાવેલ તથ્યોને પુષ્ટિ આપી હતી. તેમની જાહેરાત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 અને તેના સંબંધિત નિયમો હેઠળ સમાવિષ્ટ અહેવાલો અને અસ્પષ્ટ વૈધાનિક જોગવાઈઓ જણાવી હતી. નિવેદનમાં જણાવાયું છે કે અમૂલે નિદર્શન કર્યું હતું કે ફરિયાદોમાં લગાવવામાં આવેલા આરોપો ખોટા, પાયાવિહોણા અને પ્રેરિત હતાં.

આ પણ વાંચોઃ 6 મહિનાથી આ યુવક બન્યો છે બ્લેક ફંગસનો શિકારઃ 6 સર્જરી થઈ, હજૂ પણ 4 સર્જરી બાકી

ASCI માન્ય રાખી અમૂલની દલીલો

ASCIએ ફરિયાદો અંગે ચૂકાદો આપતાં તમામ બાબતો અંગે અમૂલની રજૂઆતનેે સમર્થન આપતાં કહ્યું હતું કે દૂધ એ પોષક છે અને કેલ્શિયમ, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ખનીજો અને પ્રોટીનનો સમૃદ્ધ સ્રોત છે તે સાબિત કરવા માટે પૂરતા વૈજ્ઞાનિક ડેટા છે. એએસસીઆઈએ એવું પણ નિરીક્ષણ કર્યું હતું પ્લાન્ટ આધારિત દૂધ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (FSSAI) મુજબ 'દૂધ' ની વ્યાખ્યા હેઠળ આવરી લેવામાં આવતું નથી.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિયમનકારે અમૂલની દલીલને સમર્થન આપ્યું હતું કે પ્લાન્ટ આધારિત પીણાઓ ડેરી ઉત્પાદનો તરીકે તૈયાર કરવામાં અને તે રીતે પ્રસ્તુત કરવામાં આવે છે તે વાંધાજનક નથી.

GCMMFની અમૂલ બ્રાન્ડ દેશની અગ્રણી દૂધ સપ્લાયર કંપની છે. દૂધ ઉપરાંત કંપની દૂધની વિવિધ બનાવટો-ચીઝ, પનીર, છાશ, દહીં અને આઈસ્ક્રીમ પણ બ્રાન્ડ નેમ હેઠળ વેચે છે.

આ પણ વાંચોઃ અમૂલને કોરોનાકાળ ફળ્યો, વાર્ષિક ટર્નઓવર 9.04 ટકા વધીને 8586 કરોડને પાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.