ETV Bharat / business

CAITએ તહેવારની સિઝનમાં ચીની ચીજોનો બહિષ્કાર કરવાની યોજના બનાવી

author img

By

Published : Jul 8, 2020, 9:04 PM IST

ચીની ચીજોનો બહિષ્કાર
ચીની ચીજોનો બહિષ્કાર

એક સંદેશમાં CAIT એ વેપારીઓને સલાહ આપી હતી કે, દરેક ઉત્સવને લગતા ભારતીય માલ આવનારા ઉત્સવ દરમિયાન વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાવમાં આવે. આ વખતે ભારતમાં ઉત્સવોની શરૂઆત 3 ઓગસ્ટથી રક્ષાબંધનના તહેવારથી શરૂ થશે અને 25 નવેમ્બર સુધી ચાલશે.

નવી દિલ્હી: કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ બુધવારે કહ્યું હતું કે, તે ભારતમાં આગામી તહેવારની સીઝન દરમિયાન ચીનથી આયાત કરેલા માલના બહિષ્કાર માટે આંદોલન કરશે.

કેઇટે કહ્યું કે, લોકો 'મેડ ઇન ઇન્ડિયા' માલ ખરીદે તે માટે તેમણે એક વિસ્તૃત વ્યૂહરચના બનાવી છે. જે દેશભરમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે. એક સંદેશમાં કેઇટે વેપારીઓને સલાહ આપી હતી કે, દરેક ઉત્સવને લગતા ભારતીય માલ આવનારા ઉત્સવ દરમિયાન વિપુલ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ થવા જોઇએે. આ વખતે ભારતમાં ઉત્સવોની શરૂઆત 3 ઓગસ્ટથી રક્ષાબંધનના તહેવારથી શરૂ થશે અને 25 નવેમ્બર સુધી ચાલશે.

આ દરમિયાન રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી, દુર્ગાપૂજા, ધનતેરસ, દિવાળી, છઠ્ઠ અને તુલસી વિવાહ સહિત અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે કેટ આ તહેવારોમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓની વિગતવાર સૂચિ તૈયાર કરશે, જેને મોટી માત્રામાં ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

CAIT અનુસાર, ગયા વર્ષે તહેવારની સિઝન દરમિયાન ભારતમાં રૂપિયા 20,000 કરોડનો ચીની માલ વેચાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.