ETV Bharat / bharat

તમારું બાળક નિસ્તેજ લાગે છે? તેની Iron ની માત્રા ચેક કરો

author img

By

Published : Jul 20, 2021, 5:05 PM IST

બાળકોમાં આયર્નની ઉણપ ( Iron ) તેમના એકંદર શારીરિક અને માનસિક વિકાસને અસર કરે છે. માત્ર એટલું જ નહીં, આયર્નની ઉણપથી તેમને એનિમિયા (લોહીનો અભાવ) પણ થઈ શકે છે.ઈટીવી ભારત સુખીભવ દ્વારા આ વિશે ડો. લતીકા જોશી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

તમારું બાળક નિસ્તેજ લાગે છે? તેની Iron ની માત્રા ચેક કરો
તમારું બાળક નિસ્તેજ લાગે છે? તેની Iron ની માત્રા ચેક કરો

  • બાળકના સ્વસ્થ વિકાસ માટે ખૂબ જ જરુરી પોષક તત્વની વાત
  • બાળકોના સંર્વાંગી વિકાસમાં મોટો ભાગ ભજવે છે Iron- આયર્ન
  • એનિમિયાના શિકાર બાળકો માટે જરુરી છે Ironની યોગ્ય માત્રા

બાળકોના શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે આયર્ન ( Iron ) પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આયર્નની ઉણપ શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને અસર કરે છે જે આરોગ્યને વિવિધ રીતે નુકસાન પહોંચાડે છે અને તેમને એનિમિક પણ બનાવી શકે છે. બાળકો માટે આયર્નની જરૂરિયાત જુદી જુદી ઉંમર અનુસાર અલગ અલગ હોઈ શકે છે.ETV Bharat Sukhibhav એ બાળકોમાં આયર્નની ઉણપ, તેનr શરીર પર થતી અસરો અને તેમની વય સંબંધિત આયર્નની જરૂરિયાત વિશે દહેરાદૂનના વરિષ્ઠ બાળ ચિકિત્સક ડો. લતીકા જોશી સાથે વાત કરી.

બાળકોમાં Iron અભાવ આરોગ્યને નુકસાન પહોંચાડે છે

ડોક્ટર લતીકા કહે છે કે આપણા શરીર માટે આયર્ન ( Iron ) એ એક આવશ્યક પોષક તત્વ છે. તે ફક્ત વડીલો માટે જ નહીં બાળકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, મોટાભાગના માતાપિતા બાળકોમાં વિટામિન અને પ્રોટીનનું પ્રમાણ સંતુલિત રાખવા માટે વિશેષ પ્રયત્નો કરે છે. પરંતુ મોટાભાગના માતાપિતા બાળકોના આયર્ન સમૃદ્ધ આહાર તરફ ધ્યાન આપતા નથી. બાળકોના મન અને શરીરની શક્તિ માટે આયર્ન ખૂબ જરૂરી છે.

આયર્ન ( Iron ) કેમ મહત્વનું છે?

આયર્નની ( Iron ) અછતને કારણે લાલ રક્તકણો શરીરમાં ઓછી માત્રામાં બને છે. આમ થવાથી જરૂરિયાત મુજબ શરીરના બાકીના ભાગમાં ઓક્સિજન પહોંચતો નથી. આયર્ન લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે, લાલ રક્તકણોની રચનાને સંતુલિત કરે છે અને વિવિધ અવયવો સુધી પહોંચવાની ઓક્સિજનની ક્ષમતામાં વધારો કરે છે.

આયર્નની ( Iron ) ઉણપથી શરીરમાં એનિમિયા થઈ શકે છે. એનિમિયાના કિસ્સામાં બાળકને વધુ આયર્ન, ફોલિક એસિડ, વિટામિન સી, પ્રોટીન અને વિટામિન બીની જરૂર હોય છે.

આયર્ન ( Iron ) ની ઉણપના લક્ષણો અને ચિહ્નો

આયર્નની ઉણપને કારણે બાળકોમાં નીચેના લક્ષણો અને ચિહ્નો જોઈ શકાય છે.

  1. થાક અને ભૂખ ન લાગવી
  2. ધીમી વૃદ્ધિ અને વિકાસ
  3. અસામાન્યપણે અથવા ઝડપી શ્વાસ લેવો
  4. સતત સંક્રમણનો ભોગ બનતાં રહેવું
  5. નબળાઈ
  6. ત્વચા વિશેષ કરીને નખ અને આંખો પીળી દેખાય
  7. બાળક ખીજાયેલું રહે અને સુસ્ત થઈ જાય

આયર્નનો સ્રોત

શાકાહારી: લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો ખાસ કરીને સફરજન અને દાડમ, કઠોળ, બીટરૂટ, ખજૂર, કિસમિસ જેવા સૂકામેવા

માંસાહારી: ઇંડા, અંગનું માંસ જેમ કે યકૃત, માછલી, ચિકન, ટર્કી, લાલ માંસ જેમ કે મટન અથવા લેમ્બ.

ડો.લતીકા કહે છે કે શરીરમાં આયર્નની ( Iron ) કમીને દૂર કરવા માટે આયર્નની સાથે વિટામિન સીની સમૃદ્ધ માત્રા પણ બાળકને આપવી જોઈએ, કારણ કે તે શરીરમાં આયર્નનું અવશોષણ કરે છે. આ માટે બાળકને ટામેટાં, બ્રોકોલી, નારંગીનો રસ અને સ્ટ્રોબેરી વગેરે ખવડાવી-પીવડાવી શકાય છે.

કેટલી માત્રામાં આયર્નની ( Iron ) જરૂર છે

ડો. લતીકા જોશી કહે છે કે 4 થી 6 મહિના સુધીના સ્તનપાન કરતાં બાળકોને લોહીની જરૂર હોતી નથી. કારણ કે તે માતાના દૂધમાંથી મળી જાય છે. કેટલાક વિશેષ સંજોગોમાં જો બાળકોમાં આયર્નની ( Iron ) જરૂરિયાત માતાના દૂધ દ્વારા પૂરી ન થાય તો ડોકટરો આયર્ન ટીપાં અથવા આયર્ન સમૃદ્ધ ફોર્મ્યુલા દૂધ આપવાની પણ ભલામણ કરે છે.

સામાન્ય સંજોગોમાં શિશુઓ માટે દરરોજ 11થી 12 મહિના, 7થી 12 મહિના, 1થી 3 વર્ષની વયના બાળકો માટે દરરોજ 7 મિલિગ્રામ, 4થી 8 વર્ષની વયના બાળકો માટે દરરોજ 10 મિલિગ્રામ અને 9થી 13 વર્ષની વયના બાળકો માટે દરરોજ 8 મિલિગ્રામ આયર્ન ( Iron ) આવશ્યક હોય છે. 11 વર્ષથી વધુ ઉંમરના છોકરાઓને 11 મિલિગ્રામ અને છોકરીઓને દરરોજ 15 મિલિગ્રામ આયર્નની જરૂર હોય છે. ચોક્કસ વય પછી છોકરીઓને છોકરાઓ કરતા વધુ આયર્નની જરૂર હોય છે.

કયા બાળકોમાં આયર્નની ઉણપનો ભય રહે છે

  • સમયથી વહેલાં જન્મેલા પ્રિમેચ્યોર બાળકો
  • 1 વર્ષથી નાની વયમાં જ ગાય-બકરીનું દૂધ પીવાવાળા બાળકો
  • આયર્નયુ્કત ન હોય તેવું ફોર્મ્યૂલા દૂધ પીતાં બાળકો
  • ગંભીર બીમારીઓથી પીડિત બાળકો
  • 1થી 5 વર્ષની વયવાળા એા બાળકો જેમના આહારમાં આયર્ન અને લેડ વધુ હોય

આ પણ વાંચોઃ Season Of Diseases: ચોમાસુ એટલે રોગોની ઋતુ, બચાવ કઇ રીતે કરી શકાય?

આ પણ વાંચોઃ આયુર્વેદની મદદથી માઈગ્રેનનો દુખાવો કરો ઓછો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.