તમે ઘરે બેઠા જ કરી શકો છો આધાર અપડેટ, જાણો તેની સરળ પ્રક્રિયા

author img

By

Published : Oct 2, 2022, 5:13 PM IST

તમે ઘરે બેઠા જ કરી શકો છો આધાર અપડેટ, જાણો તેની સરળ પ્રક્રિયા

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તે ઘણી જગ્યાએ જરૂરી છે. તેથી આધાર કાર્ડમાં નામ, સરનામું વગેરે બાબતો સાચી હોવી જોઈએ. ઘણી વખત લોકો તેમનું શહેર, સરનામું બદલી નાખે છે પરંતુ તેઓ તેમના આધાર કાર્ડમાં બદલાતા નથી. આ કારણે તે મુશ્કેલીમાં મુકાય જાય છે તો જાણીએ આ પરેશાનીમાંથી (Aadhaar Card Update Process) કેવી રીતે મેળવવી મુક્તિ.

ન્યુઝ ડેસ્ક: તમને જણાવી દઈએ કે, તમે ઘરે બેસીને તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો અને આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો ચાલો જાણીએ કે, આપણે ઘરે બેસીને આપણા આધાર કાર્ડમાં એડ્રેસ કેવી રીતે અપડેટ (Aadhaar Card Update Process) કરી શકીએ છીએ.

આ આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા (Aadhaar Card Update Process) છે

  • સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ www.myaadhaar.uidai.gov.in પર લોગિન કરો.
  • વેબસાઇટ પર લૉગિન કરવા માટે તમને તમારો આધાર કાર્ડ નંબર પૂછવામાં આવશે. જે પછી કેપ્ચા કોડ દાખલ કર્યા પછી, તમને રજિસ્ટર્ડ મોબાઇલ પર એક OTP પ્રાપ્ત થશે અને આ OTP દાખલ કર્યા પછી જ વેબસાઇટ ખુલશે.
  • તે પછી આધાર કાર્ડ અપડેટના વિકલ્પ પર જાઓ. તેના પર ક્લિક કર્યા બાદ એડ્રેસના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં ક્લિક કર્યા પછી, તમારી સામે વર્તમાન સરનામું ખુલશે. નવું સરનામું અહીં અપડેટ કરવું પડશે.
  • આ પછી સબમિટ બટન પર ક્લિક કરો અને આ રીતે તમારા આધાર કાર્ડમાં તમારું નવું સરનામું અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થશે.
  • આ પછી, તમારી સામે ચુકવણીનો વિકલ્પ આવશે, જ્યાં તમે તમારી પસંદગીના મોડ અનુસાર રકમ ચૂકવી શકો છો.
  • અપડેટ કર્યાના બે દિવસ પછી, તમારા આધાર કાર્ડમાંનું સરનામું અપડેટ થઈ જશે. આ ઓનલાઈન પદ્ધતિમાં તમે સરનામાની સાથે શહેર, લિંગ અને જન્મ તારીખ અપડેટ (update Aadhaar in a few minutes sitting at home) કરી શકો છો.

નોંધનીય છે કે, જે લોકોએ પોતાનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક (Mobile number linked with Aadhaar card) કર્યો છે તેઓ જ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) કરી શકશે કારણ કે જો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો આધાર કાર્ડની સત્તાવાર વેબસાઈટ (Official website of Aadhaar Card) ખોલી શકાશે નહીં. અને તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.