ETV Bharat / bharat

Year-ender 2023 : રાજધાનીના રહિશોને વર્ષ 2023 માં પણ વાયુ પ્રદૂષણનો ભોગ બન્યા, 2024 પણ ખતરનાક રહેશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 1:49 PM IST

Year-ender 2023
Year-ender 2023

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ વર્ષે ફરી એકવાર વ્યાપક વાયુ પ્રદુષણ જોવા મળ્યું હતું. જુઓ મેગાસિટીમાં રાજકારણીઓથી લઈને સામાન્ય માણસ સુધી સૌને અસર કરતા પ્રદૂષણના લેખાજોખા ETV BHARAT તરફથી મૌમી મજુમદારના આ અહેવાલમાં...

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર હેડલાઇન્સ બન્યું હતું. વાયુ પ્રદુષણના કારણે દિલ્હીના રાજકારણીઓથી લઈને સામાન્ય માણસ સુધી સમાજનો દરેક વર્ગ અસરગ્રસ્ત થયો હતો. વાયુ પ્રદૂષણની એટલી અસર હતી કે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે આગામી શિયાળો થોડો સારો રહે તે માટે પ્રયત્નો કરવા જોઈએ. પાકના વધેલા કચરાને બાળવાને રોકવું જોઈએ. ઉપરાંત સંબંધિત રાજ્ય સરકારોને પ્રદૂષણને કાબૂમાં લેવા પગલાં લેવા નિર્દેશિત કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, પાકના વધેલા કચરાને બાળવા એ દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણના મુખ્ય કારણોમાંનું એક કારણ છે.

વર્ષ 2023 દરમિયાન થયેલા એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સના (AQLI) અભ્યાસ મુજબ દિલ્હીને વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે નોંધવામાં આવ્યું છે. ઈન્ડો-ગંગાના મેદાનોમાં ફેલાયેલા લાલ બિંદુઓના ક્લસ્ટર સાથે રાષ્ટ્રીય રાજધાની વિવિધ સ્થળોએ સતત જોખમી શ્રેણીમાં રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ 27 ઓક્ટોબરથી દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200 પોઈન્ટ વધ્યો છે. હવાની ખરાબ ગુણવત્તા 3 નવેમ્બર 2023 ના રોજ નોંધાઈ હતી, જે 12 નવેમ્બર 2021 ના રોજ નોંધાયેલા 471 ના અગાઉના મહતમ લેવલને વટાવી ગઈ હતી.

દિલ્હીની ભયાનક સમસ્યાના મુખ્ય કારણ : નિષ્ણાતોએ દિલ્હીની નિર્ણાયક હવામાં ફાળો આપતા બે સૌથી મોટા પરિબળ નોંધ્યા હતા. જેમાં બાંધકામ પ્રવૃત્તિ અને પરિવહનનો સમાવેશ છે. વર્ષ 2021 માં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે આસપાસના રાજ્યોમાં ખેડૂતો દ્વારા સળગાવવામાં આવતો પાકનો કચરો રાજધાનીના વાયુ પ્રદૂષણનું એકમાત્ર કારણ નથી. તેના બદલે બાંધકામ પ્રવૃત્તિ, ઔદ્યોગિક ઉત્સર્જન અને વાહનોનું પ્રદૂષણ જેવા શહેરી પરિબળો મુખ્ય કારણો હતા. નિષ્ણાતોએ કહ્યું કે જૂના વાહનો દિલ્હીમાં તમામ પાર્ટિક્યુલેટ મેટરમાંતી (PM) 4.3 ટકા PM છોડે છે. વર્ષ 2001 પહેલાની BS-I ડીઝલ કાર હાલના BS-VI ડીઝલ વાહન કરતા 31 ગણું વધુ PM ઉત્સર્જન કરે છે. દિલ્હીના વાતાવરણમાં હાનિકારક પ્રદૂષકોનું બીજું કારણ બાંધકામ અને ડિમોલિશન છે. જોકે ગ્રાઉન્ડ અને જાહેરમાં સળગાવવામાં આવતો કચરો દિલ્હીના વાયુ પ્રદુષણની સમસ્યામાં ત્રીજા સ્થાને હતો.

સમસ્યાનું સમાધાન શું ? નિષ્ણાતોના મતાનુસાર પ્રદૂષણના સ્તરને ઘટાડવાના કેટલાક લાંબા ગાળાના રસ્તાઓ છે. જેમાં ઘર દીઠ વાહન ખરીદવા પર ચોક્કસ મર્યાદા લાદવી, ડીઝલ વાહન નોંધણીને નિયંત્રિત કરવી, સાર્વજનિક પરિવહન માટે CNG એન્જિનનો ઉપયોગ કરવો અને જૂના કોમર્શિયલ વાહનોને તબક્કાવાર દૂર કરવા, બાંધકામ પર પ્રતિબંધ અને નિયમન, કચરો વ્યવસ્થાપન અને તમામ સામાજિક પ્રસંગોમાં ધુમાડો પેદા કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણના સૌથી મહત્વપૂર્ણ કારણોમાં પર્યાવરણને થતા નુકસાનની કિંમતે વધતી જતી વસ્તી અને સંબંધિત વિકાસલક્ષી પ્રવૃત્તિઓ છે.

શિયાળાના મહિનાઓ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં મોટા પાયે પાકના કચરાને સળગાવવામાં આવે છે. જેના કારણે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) પર ધુમ્મસ અને ધુમાડાનું જાડી લેયર બને છે. એક સંશોધન મુજબ પાક બાળવાથી લગભગ 149 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ અને 9 મિલિયન ટનથી વધુ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે. બીજી તરફ ફટાકડા પણ આ સમસ્યામાં ફાળો આપે છે.

વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ માટે શું કરશો ? વાયુ પ્રદૂષણના જોખમને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક રીતે દિલ્હી સરકારે ગ્રીન કવર વધારવા અને કાર્બન સિંક હોય તેવા બિડમાં વૃક્ષોનું જતન અને વાવેતર કરવાની નીતિ રજૂ કરી હતી. શહેરમાં એન્ટી સ્મોગ ગન અને સ્મોગ ટાવર પણ લગાવવામાં આવ્યા છે. વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે પાકના કચરાને ન સળગાવો પણ મુખ્ય રસ્તો છે. ખેડૂતોને ટર્બો હેપ્પી સીડર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. આ ટર્બો હેપ્પી સીડર ટ્રેક્ટર પર ફીટ કરવામાં આવેલ મશીન છે જે પાકના કચરાને કાપી અને ઉપાડી શકે છે, જેથી આ કચરો બાળવાની જરૂર રહેતી નથી.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્યોને વિનંતી કરી કે ખેડૂતોને આ પ્રથા છોડીને અન્ય પાક તરફ વળવા માટે 'ગાજર અને લાકડી' (carrot and stick) નીતિ અપનાવે. ભલે વાહન પર ઓડ-ઇવન નિયંત્રણની અસરકારકતા વિશે શંકા હોય પરંતુ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આ નીતિ પર કામ કરવા કહ્યું હતું. દિલ્હી સરકારે દિલ્હીવાસીઓને સલાહ આપી છે કે તેઓ વહેલી સવારે બહાર જવાનું ટાળે અને મોડી સાંજે ખરાબ AQI દરમિયાન ચાલવા, જોગિંગ, દોડવા અને શારીરિક કસરત કરવાનું ટાળે.

સુપ્રીમ કોર્ટની અપીલ : આ વર્ષની શરૂઆતમાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની ખંડપીઠે દરવર્ષે શિયાળામાં લોકોને સમાન પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા માટે ન્યાયિક દેખરેખની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ખંડપીઠે કહ્યું, આગામી શિયાળો થોડો સારો રહે તે માટે પ્રયાસ કરીએ.

આશા રાખીએ કે દિલ્હીવાસીઓ માટે 2024 વધુ સારું વર્ષ હશે.

  1. Year Ender 2023: વર્ષ 2023માં રાજધાની દિલ્હીની રોનકમાં લાગ્યા ચાર ચાંદ, નવા સંસદ ભવન થી લઈને ભારત મંડપમની મળી ભેટ
  2. Year Ender 2023 COP28: વાર્ષિક આબોહવાને લઈને આવનારા પરિણામોથી ભારત સંતુષ્ટ થશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.