ETV Bharat / bharat

Lady Wrestler Sexual harassment Case: દિલ્હી પોલીસની શોધખોળ મંગોલિયા અને ઇન્ડોનેશિયા પહોંચી

author img

By

Published : Jun 12, 2023, 4:22 PM IST

બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય શોષણના આરોપોની દિલ્હી પોલીસ તપાસ કરી છે. દિલ્હી પોલીસે કઝાકિસ્તાન, મંગોલિયા અને ઈન્ડોનેશિયામાં કુસ્તી મહાસંઘની મદદ માંગી છે. પોલીસે આ દેશોના રેસલિંગ ફેડરેશનને વીડિયો, સીસીટીવી ફૂટેજ અને તેમની ઈવેન્ટ દરમિયાન શૂટ કરવામાં આવેલા ફોટા માંગ્યા છે.

Lady Wrestler Sexual harassment Case: દિલ્હી પોલીસની શોધખોળ મંગોલિયા અને ઇન્ડોનેશિયા પહોંચી
Lady Wrestler Sexual harassment Case: દિલ્હી પોલીસની શોધખોળ મંગોલિયા અને ઇન્ડોનેશિયા પહોંચી

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય શોષણનો આરોપ છે. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે ત્રણ દેશો પાસેથી સહયોગ માંગ્યો છે. દિલ્હી પોલીસે કઝાકિસ્તાન, મંગોલિયા અને ઈન્ડોનેશિયાના કુસ્તી મહાસંઘને નોટિસ મોકલી છે. જેમાં ઈવેન્ટ દરમિયાન વીડિયો, સીસીટીવી ફૂટેજ અને ફોટાની માંગણી કરી છે. મહિલા રેસલર્સે આ દેશોમાં આયોજિત ઈવેન્ટ દરમિયાન સાંસદ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસને 15 જૂન સુધીમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસે વધુમાં વધુ પુરાવા એકત્ર કરવા માટે આ પહેલ કરી છે.

ત્રણ રેસલરના આરોપ: વર્ષ 2022માં મંગોલિયામાં આયોજિત એશિયન ચેમ્પિયનશીપ દરમિયાન એક કુસ્તીબાજે બ્રિજભૂષણ શરણસિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. અન્ય એક રેસલરે વર્ષ 2016માં મંગોલિયામાં આયોજિત ચેમ્પિયનશિપમાં છેડછાડનો આરોપ લગાવ્યો છે. ત્રીજા રેસલરે વર્ષ 2018માં ઈન્ડોનેશિયામાં આયોજિત એશિયન ગેમ્સ દરમિયાન શરણસિંહ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. ત્રીજા રેસલરે કઝાકિસ્તાનમાં તેના પર છેડતીનો આરોપ લગાવ્યો છે.

230 થી વધુ લોકોના નિવેદન: દિલ્હી પોલીસ આ મામલામાં 15 જૂન અથવા તે પહેલા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. આ કેસમાં દિલ્હી પોલીસે આક્ષેપ કરનાર તમામ ખેલાડીના નિવેદન લીધા છે. આ સિવાય વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજ, કોચ અને રેફરી સહિત 230 થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત પોલીસે સાંસદના સાથીદારો, યુનિયનના પદાધિકારીઓ અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓના નિવેદન પણ લીધા છે.

  1. Sexual harassment: ETV Bharat સાથે વાત કરી જાતીય શોષણ ભોગ બનેલા એટેન્ડન્ટ્સે, ન્યાય મળશે ?
  2. MP Harshvardhan in Surat : જે જનસમર્થન વાજપાઈને ન મળ્યું તે વર્ષ 2014માં પીએમ મોદીને મળ્યું, સાંસદે ભારોભાર પ્રશંસા કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.