ETV Bharat / bharat

રાજસ્થાનને મળશે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જુઓ આ હશે વિશેષ સુવિધાઓ...

author img

By

Published : Jul 3, 2021, 3:46 PM IST

વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતમાં બનાવવમાં આવ્યું છે અને હવે ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ પણ ભારતમાં બનાવવામાં આવશે. આ સ્ટેડિયમ રાજસ્થાનની પાડનગર જયપુરમાં દિલ્હી રોડ પર ચૌમ્પ ગામ નજીક બનાવવામાં આવશે.

World's third largest cricket stadium JAIPUR
રાજસ્થાનને મળશે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

  • સ્ટેડિયમ માટે JDAને લીઝ પર જમીન આપવામાં આવી
  • 650 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બનશે
  • BCCI તરફથી 100 કરોડની ગ્રાન્ટ માટેનો ઔપચારિક પત્ર

જયપુર ( રાજસ્થાન ) : જયપુરમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. RCA ( Rajasthan Cricket Association ) દ્વારા બનાવવામાં આવેલા આ સ્ટેડિયમ માટે શુક્રવારે JDA ( Jaipur Development Authority ) ને લીઝ પર જમીન આપવામાં આવી હતી. આ દરમિયાન, RCA પ્રમુખ વૈભવ ગેહલોતે કહ્યું કે, આ સ્ટેડિયમ રમતગમતની દુનિયા માટે ઐતિહાસિક છે. દિલ્હી રોડ પર ચૌમ્પ ગામ નજીક 40.06 હેક્ટર જમીન પર 650 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બનાવવમાં આવશે.

આ પણ વાંચો: Tokyo Olympics માટે Maana Patel ભારતની ક્વોલિફાઈ થનારી પહેલી સ્વીમર બની

BCCI તરફથી 100 કરોડની ગ્રાન્ટ

આ સ્ટેડિયમમાં 75 હજાર દર્શકોની ક્ષમતા સાથે લગભગ અઢી વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ BCCI તરફથી 100 કરોડની ગ્રાન્ટ આપવાનો ઔપચારિક પત્ર પણ મળ્યો છે.

આ પણ વાંચો: ખેલ રત્ન એવોર્ડઃ TTFIએ શરત કમલ, AFI એ નીરજ ચોપડા અને BAI એ બી.સાઈ પ્રણીતના નામની ભલામણ કરી

આ છે વિશેષ સુવિધાઓ...

  • મુખ્ય સ્ટેડિયમ
  • બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ
  • ક્લબ હાઉસ
  • જિન્મેશિયમ
  • સાઉથ બ્લોક ખાતે પ્લેયર ડ્રેસિંગ રૂમ
  • પ્રેસીડેંશિયલ વિશ્રામખંડ
  • VVIP બ્લોક
  • ઉત્તર બ્લોક પર મીડિયા વિભાગ
  • પ્રસારણ સુવિધાઓ
  • પ્રેસ બ્લોક
  • પૂર્વ અને પશ્ચિમ સ્ટેન્ડના દર્શકો માટે ઉચ્ચ સ્તરીય આરામદાયક સ્ટેન્ડ
  • વોટર હાર્વેસ્ટિંગ
  • વોટર સાઈકલીંગ પ્રોસેસ
  • સૌર શક્તિ
  • પ્રથમ તબક્કામાં 40000 દર્શકોની ક્ષમતા
  • બીજા તબક્કામાં 35000 દર્શકોની ક્ષમતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.