ETV Bharat / bharat

PM Modi in G20 : નવ વર્ષમાં ભારત પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બન્યું - PM નરેન્દ્ર મોદી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 3:26 PM IST

PM નરેન્દ્ર મોદીએ G20 વેપાર અને રોકાણ મંત્રીઓની બેઠકને સંબોધતા કહ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં ભારત પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની ગયું છે. તેનાથી સ્પર્ધા અને પારદર્શિતાના વાતાવરણમાં વધારો થયો છે. વાંચો પૂરા સમાચાર...

PM Modi in G20
PM Modi in G20

રાજસ્થાન : આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી G20 વેપાર અને રોકાણ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વ ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વાસની નજરે જોઈ રહ્યું છે. ભારતને તકો અને નિખાલસતાના સમન્વય તરીકે ગણવામાં આવે છે. છેલ્લા નવ વર્ષમાં ભારત પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની ગયું છે. તેણે સ્પર્ધા અને પારદર્શિતાના વાતાવરણમાં વધારો કર્યો છે.

આજે આપણે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને વૈશ્વિક સ્તરે આશાવાદ અને વિશ્વાસ જોઈ રહ્યા છીએ. ભારતને નિખાલસતા, તકો અને વિકલ્પોના સંયોજન તરીકે જોવામાં આવે છે.-- PM નરેન્દ્ર મોદી

G20 સભ્ય દેશને અપીલ : વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ભારતે ડિજિટાઈઝેશનનો વિસ્તાર કર્યો છે અને ઈનોવેશનને પ્રોત્સાહન આપ્યું છે. અમે રેડ ટેપમાંથી રેડ કાર્પેટ પર આવી ગયા છીએ. FDI એટલે કે પ્રત્યક્ષ વિદેશી રોકાણના પ્રવાહને ઉદાર બનાવ્યો છે. સૌથી ઉપર અમે નીતિમાં સ્થિરતા લાવી છે. અમે આગામી થોડા વર્ષોમાં ભારતને ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ. વૈશ્વિક અનિશ્ચિતતાઓએ વિશ્વના અર્થતંત્રની કસોટી કરી છે. ત્યારે G20 ના સભ્યો તરીકે આ દેશોની આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણમાં વિશ્વાસ પુનઃનિર્માણ કરવાની જવાબદારી છે.

ઈ-કોમર્સનો વિકાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે મજબૂત અને સમાવિષ્ટ વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ બનાવવી જોઈએ, જે ભવિષ્યમાં ઉદ્ભવતા પડકારોનો સામનો કરી શકે. આ સંદર્ભમાં વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓના મેપિંગ માટે એક સામાન્ય માળખું બનાવવાની ભારતની પહેલ મહત્વપૂર્ણ છે. ઈ-કોમર્સના વિકાસ પર તેઓએ કહ્યું કે, મોટા અને નાના વિક્રેતાઓ વચ્ચે સમાન સ્પર્ધાનું બજાર સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

આપણે યોગ્ય કિંમત અને ફરિયાદ નિવારણ પદ્ધતિમાં ગ્રાહકોને પડતી સમસ્યાનો ઉકેલ શોધવાની પણ જરૂર છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે, તેઓ 60 થી 70 ટકા રોજગારીનું સર્જન કરે છે અને વૈશ્વિક જીડીપીમાં 50 ટકા યોગદાન આપે છે.-- PM નરેન્દ્ર મોદી

MSME : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MSME અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સતત સમર્થનની જરૂર છે. અમારા માટે MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મહત્તમ સમર્થન છે. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત Jipur Initiative to Foster Seamless Flow of Information to MSMEs આ ક્ષેત્રમાં ઉભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદરૂપ થશે. મને વિશ્વાસ છે કે, વૈશ્વિક વેપાર પ્રણાલી ધીમે ધીમે વધુ પ્રતિનિધિત્વ અને સમાવેશી ભવિષ્યમાં રૂપાંતરિત થાય તે માટે તમે એક સાથે મળીને કામ કરશો.

  1. G20 Meeting : આરોગ્ય G20 બેઠકમાં પીએમ મોદી કરશે સંબોધન, વિશ્વને આયુર્વેદિક દવાઓની જાણકારી અપાશે
  2. G20 WOMEN EMPOWERMENT : ગાંધીનગરમાં G20 એમ્પાવર સમિટ, મહિલાઓ માટે ખાસ આયોજન..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.