ETV Bharat / bharat

ICC World CUP 2023: પાકિસ્તાન માટે આજે કરો યા મરોની સ્થિતિ છે, જાણો પિચ રિપોર્ટ અને હવામાન વિશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 2:08 PM IST

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ચેન્નાઈમાં મેચ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક બની રહેશે. પાકિસ્તાનની એક હાર તેને ટૂર્નામેન્ટની બહાર કરી શકે છે. જ્યારે સાઉથ આફ્રિકાનો ઈરાદો 24 વર્ષ બાદ પાકિસ્તાનને હરાવનો છે.

પાકિસ્તાન માટે આજે કરો યા મરોની સ્થિતિ છે
પાકિસ્તાન માટે આજે કરો યા મરોની સ્થિતિ છે

ચેન્નાઈઃ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે આજે ચેન્નાઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં મેચ છે. આ વર્લ્ડ કપ 2023ની 26મી મેચ છે. પાકિસ્તાન સતત 3 મેચ હાર્યુ છે તેથી તેના પર ઘણું પ્રેશર છે. સેમિફાઈનલ સુધી પહોંચવું હોય તો પાકિસ્તાને પોતાની બાકીની ચારેય મેચ જીતવી જ પડે તેમ છે. જ્યારે સાઉથ આફ્રિકા આ મેચ માટે ફેવરિટ ગણાય છે અને શાનદાર પ્રદર્શન માટે તૈયાર છે.

પોઈન્ટ ટેબલઃ વર્લ્ડ કપની 5માંથી 4 મેચ જીતીને સાઉથ આફ્રિકા ભારત બાદ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. તેણે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશને હરાવી દીધું છે. નેધરલેન્ડ વિરુદ્ધની મેચમાં સાઉથ આફ્રિકાની આશ્ચર્યજનક હાર થઈ છે. જ્યારે પાકિસ્તાને પહેલા નેધરલેન્ડ અને ત્યારબાદ શ્રીલંકાને હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરુઆત કરી હતી. જો કે ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચમાં પાકિસ્તાન હારી ગયું હતું. 5માંથી 2 મેચ જીતીને પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે.

24 વર્ષનો ઈન્તજારઃ પાકિસ્તાન વિરુદ્ધ સાઉથ આફ્રિકાની મેચમાં સાઉથ આફ્રિકાનો શાનદાર રેકોર્ડ ધ્યાનમાં આવે છે. બંને ટીમો વચ્ચે કુલ 82 વન ડે મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી 51માં સાઉથ આફ્રિકા જીતી છે. જો કે, ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો રેકોર્ડ શાનદાર છે. પાકિસ્તાન 1999 બાદ એક પણ વન ડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે હાર્યુ નથી. વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકા આ 24 વર્ષ બાદ પાકિસ્તાનને હરાવવાના ઈરાદા સાથે મેચમાં છે.

પિચ રિપોર્ટઃ ચેન્નાઈની પિચ સામાન્ય રીતે સ્પિનર્સ માટે મદદરુપ થતી હોય છે. જો કે આજ જે પિચ પર આ મેચ છે તે બાકીની પિચ કરતા ઝડપી છે અને ફાસ્ટ બોલર્સને મદદરુપ થાય તેવી છે. ફાસ્ટર બોલર પ્રોટિયાઝ આ પિચ પર હાહાકાર મચાવી શકે તેમ છે. જો કે આ પિચ પર સ્પિનરોને મોકો નહીં મળે તેવું નથી. આ પિચ પર જે કેપ્ટન જીતે તે પહેલા બોલિંગ પસંદ કરે છે. આજે ચેન્નાઈમાં વાતાવરણ બિલકુલ સ્વચ્છ રહેશે. વરસાદની સંભાવના નહિવત છે. લઘુત્તમ તાપમાન 26 અને ઉચ્ચત્તમ તાપમાન 31 ડીગ્રી રહેશે.

કરો યા મરોઃ બંને ટીમો માટે આજે જોરદાર સંઘર્ષ છે. પાકિસ્તાન માટે મેચ કરો યા મરોની સ્થિતિ સમાન છે કારણ કે તેની એક ચૂક તેણે ટૂર્નામેન્ટની બહાર કરી શકે છે. જ્યારે સાઉથ આફ્રિકા પાકિસ્તાનને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવા માંગે છે.

  1. ENG vs SL Match Highlights : શ્રીલંકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું
  2. World Cup 2023 : વજનદાર દક્ષિણ આફ્રિકાની ટીમનો સુસ્ત પાકિસ્તાન ટીમ સામેનો ટકરાવ કેવો રહેશે જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.