ETV Bharat / bharat

World Cup 2023 : દક્ષિણ આફ્રિકન ટીમના ભાવિ ક્રિકેટ સ્ટાર બનવાની પ્રતિભા દર્શાવી રહ્યો છે હેનરિક ક્લાસેન

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 3:59 PM IST

દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ્સ સામે સહન કરેેલી આઘાતજનક હાર સિવાય અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં શાનદાર રનનો આનંદ માણવા મળ્યો છે. હેનરિક ક્લાસેને ઇંગ્લેન્ડ સામેની તાજેતરની આઉટિંગમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેણે 229 રનથી જંગી જીત મેળવી હતી.

World Cup 2023 :  દક્ષિણ આફ્રિકન ટીમના ભાવિ ક્રિકેટ સ્ટાર બનવાની પ્રતિભા દર્શાવી રહ્યો છે હેનરિક ક્લાસેન
World Cup 2023 : દક્ષિણ આફ્રિકન ટીમના ભાવિ ક્રિકેટ સ્ટાર બનવાની પ્રતિભા દર્શાવી રહ્યો છે હેનરિક ક્લાસેન

હૈદરાબાદ : ICC વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા ચાર મેચમાંથી ત્રણ જીતીને સફળ રહ્યું છે. જો કે, જીતની રેલીમાં આ ટીમને નેધરલેન્ડ સામે આઘાતજનક હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો પરંતુ ઇંગ્લેન્ડ સામેની રમતમાં જીતનો રસ્તો પાકો કર્યો હતો. ઈંગ્લેન્ડની રમત સુધી, ક્વિન્ટન ડી કોક અને એઈડન માર્કરામ બેટથી પ્રભાવશાળી રહ્યાં હતાં પરંતુ હેનરિક ક્લાસેન માર્કી ટુર્નામેન્ટમાં હજુ સુધી તેની ક્ષમતા સાબિત કરી શક્યો ન હતો. ત્યારે આ મેચમમાં તેણે આકર્ષક નોક રમત રમી બેટ વડે સામેની ટીમનો વિનાશ કરવાની ક્ષમતા દર્શાવવા માટે ઈંગ્લેન્ડને પસંદ કર્યું હતુું.

ક્લાસેનની પ્રતિક્રિયા : વિશ્વ માટે એક મોટું નિવેદન આપવાનો આ અમારો સમય છે. અમે ખરેખર પ્રયાસ કરીએ કે દક્ષિણ આફ્રિકાના લોકો દબાણ હેઠળ ખૂબ સારું રમે છે. તે ત્યાંની પરિસ્થિતિના આધારે મારા શ્રેષ્ઠ સદીમાંથી એક છે. મારે ખરેખર ભારે મહેનત કરવી પડી. માનસિક રીતે શારીરિક રીતે હું સારી સ્થિતિમાં ન હતો, પરંતુ માનસિક રીતે મજબૂતી પાછી મેળવવા મારે ઘણો શ્રમ કરવો પડ્યો હતો. ક્લાસને ઈંગ્લેન્ડ સામેની મેચ જીત્યાં પછી આ પ્રતિક્રિયા આપી હતી.

ટીમ માટે શાનદાર દેખાવ : ક્લાસને આઇકોનિક વાનખેડે સ્ટેડિયમ ખાતે 12 બાઉન્ડ્રી અને ચાર સિક્સર વડે 109 રનની ઇનિંગ રમી હતી અને ટીમને કુલ 399/7નો સ્કોર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વિકેટકીપર-બેટરે ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં 174 રનની ઇનિંગ પણ રમી હતી અને સાતત્ય સાથે રન બનાવવાના સંદર્ભમાં 2023 તેના માટે શાનદાર વર્ષ રહ્યું છે.

એવરેજ વધારી : હેનરિક ક્લાસેન 2020 સિવાય 2018થી 2021 દરમિયાન 30ની નીચે સરેરાશ રહ્યો હતો જ્યાં તેણે માત્ર ત્રણ ODI રમી હતી. જો કે, તેણે પાંચ ઇનિંગ્સમાં 45.75ની સરેરાશ સાથે ફોર્મમાં વધારો કરીને 183 રન બનાવ્યાં છે. 2023 તેના માટે સૌથી ફળદાયી વર્ષ રહ્યું છે કારણ કે તેણે 14 ઇનિંગ્સમાં 55.76ની એવરેજથી 725 રન બનાવ્યા છે.

આ વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન : સાઉથ આફ્રિકાનો બેટ્સમેન આ વર્ષે કેટલાક મોટા ફટકા અને સિક્સરોના વરસાદના વરસાવવાના જોશમાં દેખાઇ રહ્યો છે. હેનરિક ક્લાસેનનો શાનદાર ફોર્મમાં વધારો આ વર્ષે ફ્રેન્ચાઇઝ ટુર્નામેન્ટથી શરૂ થયો હતો. તેણે SA20 ની ઉદઘાટન આવૃત્તિમાં 43-બોલમાં સદી ફટકારીને વિરોધી બોલિંગ એકમોને તોડી પાડવાની ક્ષમતા દર્શાવી હતી. આગળ, તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) હતી. જ્યાં તેણે આક્રમક ઈરાદા સાથે વિપક્ષી બોલરોની ધોલાઇ કરતાં ભારતીય પિચ પર ઘણા રન બનાવ્યા હતાં. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે 12 ઇનિંગ્સમાં 49.78ની એવરેજ અને 177.08ના જંગી સ્ટ્રાઇક રેટ સાથે 448 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા માટે અગ્રણી ક્રિકેટર બનવાની ક્ષમતા : તેની બેટિંગ ક્ષમતા તેના 148.22ના સ્ટ્રાઈક રેટ દ્વારા જોઇ શકાય થાય છે. જે સુપ્રસિદ્ધ ક્રિકેટર એબી ડી વિલિયર્સ કરતા 13 જેટલી વધુ છે. વિલિયર્સ ફાઈન લેગ અને થર્ડ મેન પર નવીન મોટી હિટ સાથે વિરોધી બોલરને તોડી પાડતા હતાં. હાલમાં ક્લાસેન ટેસ્ટ અને T20I માં ક્લાસની સંખ્યા બહુ સારી નથી. પરંતુ તાજેતરના સમયમાં દક્ષિણ આફ્રિકાની લાઇનઅપમાં અગ્રણી બેટ્સમેનોમાંના એક તરીકે ઉભરી આવવાની ઝલક દર્શાવી છે. ઉપરાંત ઈંગ્લેન્ડ સામેની રમત પછી ક્લાસેનનું નિવેદન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ થવા માટેનો તેમનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ દર્શાવે છેે. જો તે પોતાનું ફોર્મ ચાલુ રાખશે તો આવનારા વર્ષોમાં તેની રેન્કમાં વધારો થઈ શકે છે.

  1. ICC World Cup 2023: પાકિસ્તાન માટેની પ્રતિકૂળતાઓ, સમગ્ર ટીમે કરવું પડશે સામુહિક પ્રદર્શન
  2. ICC World Cup 2023: અનુષ્કાએ વિરાટની શાનદાર બેટિંગના કર્યા વખાણ, ઈંસ્ટા પોસ્ટમાં કોહલીને ગણાવ્યો 'સ્ટ્રોમ ચેઝર'
  3. Chase Master Virat Kohli : રન ચેઝિસ સાથે વિરાટ કોહલીનો 'લવ અફેર', એમ જ કોહલી નથી કહેવાતો રન મશીન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.