ETV Bharat / bharat

World Athletics Championships : જેવલિન થ્રો ઈવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય અન્નુ રાની

author img

By

Published : Jul 21, 2022, 1:32 PM IST

અન્નુએ શરૂઆતમાં સાધારણ પ્રદર્શન કર્યું હતું અને તે સ્પર્ધામાંથી બહાર થવાની અણી પર હતી, પરંતુ તેના છેલ્લા પ્રયાસમાં તેણે 59.60 મીટરનું અંતર કાપીને ફાઇનલમાં સ્થાન (Annu Rani Made It To Finals) મેળવ્યું હતું. અન્નુ સતત બીજી વખત જેવલિન થ્રો ઈવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય (First Indian To Reach Final Of Javelin Throw Event) છે.

World Athletics Championships : જેવલિન થ્રો ઈવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય અન્નુ રાની
World Athletics Championships : જેવલિન થ્રો ઈવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય અન્નુ રાની

નવી દિલ્હીઃ ભાલા ફેંકમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળી શકે છે. અન્નુ રાનીએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં (World Athletics Championships) જગ્યા બનાવી લીધી છે. 59.60 મીટર સુધી બરછી ફેંકીને અન્નુએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અન્નુ સતત બીજી વખત જેવલિન થ્રો ઈવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય (First Indian To Reach Final Of Javelin Throw Event) છે. તેણે અગાઉ વર્ષ 2019માં દોહામાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન રાઉન્ડમાં આઠમાં નંબરે રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો: સંજય ઉવાચઃ પંડ્યામાં આવેલા પરિવર્તનથી આશ્ચર્ય, રીયલ હાર્દિક હવે આવ્યો

અન્નુ રાની પોતાના પ્રદર્શનથી છે નાખુશ : યુવા બરછી ફેંકનાર પોતાના પ્રદર્શનથી થોડી નાખુશ છે. તેણી કહે છે કે, આ તેણીનું શ્રેષ્ઠ નથી, તેણી જે ઇચ્છતી હતી તેવું પ્રદર્શન કરી શકી નથી. અન્નુએ 2018 એશિયન ગેમ્સમાં 53.93 મીટરના નિરાશાજનક પ્રદર્શન સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું અને કહ્યું હતું કે, તેણીને કારકિર્દીના આ મુશ્કેલ તબક્કામાંથી બહાર આવવા માટે કાઉન્સેલિંગ અને પ્રેરણાદાયી વીડિયો જોવાની જરૂર છે.

આ પણ વાંચો: ભારત-પાક મેચ "CWG હાઈલાઈટ્સમાંની એક" હશે, પલભરમાં વેચાઈ મિલિયન ટિકિટો

સ્પર્ધાની ફાઇનલ રવિવારે થશે : ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા શુક્રવારે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડ ગ્રુપ Aમાં ભાગ લેશે. ટોક્યો ગેમ્સના સિલ્વર મેડલ વિજેતા ચેક રિપબ્લિકના જેકોબ જેકોબ વ્ડલેજ અને 2012 લંડન ઓલિમ્પિક્સના ગોલ્ડ વિજેતા ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ તેમના જૂથમાં હશે. ગ્રેનાડાનો ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ ક્વોલિફિકેશન ગ્રુપ બીમાં ભાગ લેશે. સ્પર્ધાની ફાઇનલ રવિવારે થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.