ETV Bharat / bharat

મને પ્રધાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી વિધાનસભા સત્રમાં ભાગ નહીં લઉં- ઈશ્વરપ્પા

author img

By

Published : Dec 20, 2022, 1:56 PM IST

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય કે.એસ. ઇશ્વરપ્પાએ (Karnataka BJP MLA KS Eshwarappa) કહ્યું કે જ્યાં સુધી તેમને પ્રધાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિધાનસભા સત્રમાં ભાગ લેશે નહીં(Eshwarappa says Won't Attend Karnataka Assembly). ઇશ્વરપ્પાએ ગ્રામીણ વિકાસ અને પંચાયતરાજ પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું.

મને પ્રધાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી વિધાનસભા સત્રમાં ભાગ નહીં લઉં- ઈશ્વરપ્પા
મને પ્રધાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી વિધાનસભા સત્રમાં ભાગ નહીં લઉં- ઈશ્વરપ્પા

બાગલકોટ(કર્ણાટક): ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય કે.એસ. ઈશ્વરપ્પાએ(Karnataka BJP MLA KS Eshwarappa) કહ્યું હતું કે જ્યાં સુધી તેમને પ્રધાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિધાનસભા સત્રમાં ભાગ લેશે નહીં(Eshwarappa says Won't Attend Karnataka Assembly). શિવમોગ્ગાના ધારાસભ્ય ઈશ્વરપ્પાએ આ વર્ષની શરૂઆતમાં ઉડુપીની એક હોટલમાં બેલાગવી સ્થિત કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલની આત્મહત્યા બાદ ગ્રામીણ વિકાસ અને પંચાયતરાજ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

વિધાનસભા સત્રમાં નહિ આપે હાજરી: આ કેસમાં તેમના પર 40 ટકા કમિશન માંગવાનો આરોપ હતો. ઇશ્વરપ્પાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના આત્મહત્યા કેસમાં તપાસ એજન્સી દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હોવા છતાં, તેમને પ્રધાનપદનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ ધારાસભ્યએ કહ્યું કે તેઓ બેલાગવી જશે, જ્યાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ તેમાં ભાગ લેશે નહીં.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, શિંદે જૂથની કસોટી

ક્લીનચીટ છતાં નથી આપ્યું પ્રધાનપદ: ઇશ્વરપ્પાએ કહ્યું, "બેલાગવી જવાનો હેતુ વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીને એક પત્ર સોંપવાનો છે, જેમાં સમગ્ર સત્રમાં હાજરી ન આપવાની પરવાનગી માંગવામાં આવી છે." ભાજપના વરિષ્ઠ ધારાસભ્યએ કહ્યું કે જેઓ ગુનાથી મુક્ત છે તેમને સજા ન થવી જોઈએ. મારા કેસમાં ચુકાદો આવી ગયો છે અને ક્લીનચીટ આપવામાં આવી છે, મુખ્યપ્રધાન કહે છે કે તેઓ મને પ્રધાન બનાવશે અને મારા જેવા લોકોને કેબિનેટમાં રાખવાનો આગ્રહ રાખે છે, પરંતુ મને ખબર નથી કે તેઓ મને કેમ કેબિનેટમાં સામેલ નથી કરતા.

આ પણ વાંચો: Winter Session 2022: ચીન સાથે સીમા વિવાદ મામલે સંસદમાં હંગામો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.