ETV Bharat / bharat

બકરીએ મહિલા પર હુમલો કર્યો, 4 વર્ષે કેસનો નિવેડો આવ્યો

author img

By

Published : Sep 10, 2022, 8:25 PM IST

મુંબઈમાં એક 51 વર્ષીય મહિલા પર બકરીએ હુમલો કર્યો ( Goat Attack On Women) હતો. આથી, તેણીને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ મામલે મહિલાએ બકરીના માલિક સામે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ બકરી કોની હતી તે અંગે દલીલ પણ કરાવામાં આવી હતી. આ બાદ આ બકરહી કોની છે તે, પોલીસ સાબિત કરી શકી ન હોવાથી, આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવ્યો હતો.

બકરીએ મહિલા પર હુમલો કર્યો
બકરીએ મહિલા પર હુમલો કર્યો

મુંબઈઃ એક બકરીની અજીબ કોર્ટ સ્ટોરી સામે આવી છે. આ કેસમાં પીડિતા કોર્ટમાં સાબિત કરી શકી ન હતી કે, આરોપી બકરીનો માલિક છે. આથી કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યો ( Goat Attack On Women) હતો. જણાવી દઈએ કે, એક 51 વર્ષીય મહિલા પર બકરીએ હુમલો કર્યો હતો. આ બાદ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ મામલે મહિલાએ બકરીના માલિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ કોર્ટમાંથી તે નિર્દોષ છુટી ગયો હતો. (Woman injured by goat)

4 વર્ષ બાદ બકરી કેસમાં નિર્ણય : આ ઘટના વર્ષ 2018ની છે. ડોંગરી પોલીસે 2018માં મોહમ્મદ અયુબ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ મામલામાં પ્રાણીઓ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ કલમ 338ની સાથે કલમ 289 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ બાદ, મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સંબંધિત આરોપીઓ વિરુદ્ધ કેસ શરૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસ સાબિત કરી શકી નહીં કે, કોની બકરીએ મહિલાને ઇજા પહોંચાડી હતી. જેના આધારે ચાર વર્ષ બાદ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. (could not prove ownership of goat)

જુબાની પર આધાર રાખવો અસલામત : પીડિત મહિલા પણ કોર્ટમાં સાબિત કરી શકી ન હતી કે, અયુબ જ ગુનેગાર હતો અને તે સંબંધિત બકરીનો માલિક હતો. પીડિતા આ અંગે કોઈ પુરાવા આપી શકી નહીં. જેના કારણે પીડિત મહિલાનું કોર્ટમાં અપમાન થયું હતું. આ કેસમાં ઇજાગ્રસ્તો સિવાય તેણીની જુબાનીને સમર્થન આપવા માટે કોઈની તપાસ કરવામાં આવી ન હતી. જે બિલ્ડીંગમાં ઘટના બની હતી, ત્યાં સ્ટેન્ડ લેવા માટે અનેક વ્યક્તિઓ ઉપલબ્ધ હશે, પરંતુ તપાસ અધિકારીઓએ આવા સાક્ષીઓના નિવેદનો નોંધ્યા ન હતા. આવી સ્થિતિમાં ઈજાગ્રસ્તની એક પણ જુબાની પર આધાર રાખવો સલામત રહેશે નહીં, એમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.